Charchapatra

યુદ્ધ સમગ્ર વિશ્વ માટે અનુચિત

ગુજરાતી ભાષાની એક કહેવત મુજબ ‘પાડે પાડા લડે અને ઝાડનો ખો નીકળે’’ અર્થાત્ નિર્દોષ ઝાડ નિશાન બને! વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે કંઈક આવું જ બની રહ્યું છે. અમુક દેશો યુધ્ધ કરે અને એનો ભોગ નિર્દોષ દેશો બને! આજે વિશ્વે વિજ્ઞાન થકી પ્રત્યેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે. આધુનિક ટેકનોલોજીએ માનવીની સગવડોમાં ભરપૂર સરળતા કરી આપી છે અને અમુક દેશો યુધ્ધ કરવામાંથી ઊંચા નથી આવતા! ટ્રમ્પભાઈ સમગ્ર દુનિયાના જમાદાર અને ન્યાયાધીશ હોવાનો દાવો કરે છે. જાણે આખું વિશ્વ એમની જ મુઠ્ઠીમાં હોય! હાલના યુધ્ધને કારણે ક્રુડ ઓઈલ અને ગેસ માટેની સમસ્યા અમુક દેશોમાં સર્જાઈ શકે એમ છે. નથી ઈરાન સમજતું કે નથી ઈઝરાઈલ કે અમેરિકા! અંગત અદાવતને કારણે લાખો લોકો સમસ્યામાં મુકાઈ ગયાં છે. સૌને ભેગાં મળીને વિશ્વને પ્રગતિશીલ બનાવવાનો વિચાર કેમ નથી આવતો? યુધ્ધ કોઈ પણ દેશ માટે અનુચિત જ છે. ટ્રમ્પ બધી જ વાતમાં સ્વયં જ હોંશિયાર અને બુદ્ધિશાળી છે એવું વિચારવાનું છોડી દે તો સારું!
સુરત     – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top