World

ઇઝરાયેલમાં યુદ્ધ શરૂ: ટોપ કમાંડરના મૃત્યુથી ભડકેલા હિઝબુલ્લાએ લેબનાનમાં રોકેટવર્ષા કરી

નવી દિલ્હી: ઇઝરાયેલે (Israel) મંગળવારે લેબનીઝ રાજધાની બેરૂત પર હુમલો કર્યો અને હિઝબુલ્લાહના (Hezbollah) ટોચના કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે ઇઝરાયલે હિઝબુલ્લાહના કમાન્ડર ફૌદ શુકરને (Faud Shukar) ખતમ કરીને ગોલાન હાઇટ્સમાં 12 બાળકોના મોતનો બદલો લીધો હતો. શુકર આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર હતો. તેમજ તે ગોલાન હાઇટ્સ પરના રોકેટ હુમલા માટે જવાબદાર હતો. ત્યારે કમાન્ડરના મોત બાદ હિઝબુલ્લાહ ખુબ જ પરેશાન છે.

ટોચના કમાન્ડર શુકરની હત્યાથી પરેશાન હિઝબુલ્લાહે ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયેલ પર ડઝનબંધ રોકેટ હુમલા કર્યા હતા. ત્યારે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલાનો ઇઝરાયેલે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ઇઝરાયેલની સેનાએ પણ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર પર હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી હતી.

ઈઝરાયેલની સેનાએ કહ્યું…
ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા મુજબ હિબુલ્લાહના હુમલાના જવાબમાં તેમણે લેબનોનના યતારમાં હિઝબુલ્લાના રોકેટ લોન્ચર પર હુમલો કર્યો હતો, આ રોકેટ લોન્ચરનો ઉપયોગ પશ્ચિમી ગેલિલી પર બોમ્બમારો કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ઇઝરાયેલી સેનાએ કહ્યું કે હિઝબુલ્લા દ્વારા કરવામાં આવેલા હુમલામાં છોડવામાં આવેલા ઘણા રોકેટ હવામાં જ નાશ પામ્યા હતા, જ્યારે ઘણા ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા. ઈઝરાયેલે અત્યાર સુધી માત્ર શુકર જ નહીં પરંતુ હિઝબુલ્લાના ઘણા ટોચના કમાન્ડરોને ઠાર માર્યા છે. માર્યા ગયેલા હિઝબુલ્લાના આતંકીઓમાં વિસામ તવિલ, મોહમ્મદ નેમેહ નાસીર પણ સામેલ હતા.

‘દુશ્મનો પર જોરદાર હુમલો’- ઇઝરાયેલ સેના
યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કર્યું હતું કે, પશ્ચિમી ગેલિલી ક્ષેત્રમાં અપાયેલી ચેતવણીને પગલે લેબનોનથી આવતા કેટલાંક રોકેટને શોધી કાઢવામાં આવ્યા હતા અને કેટલાકનો હવામાં જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કેટલાક રોકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. દરમિયાન હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લાહ કમાન્ડર શુક્રની હત્યા બાદ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈઝરાયલે છેલ્લા કેટલાક દિવસોમાં દુશ્મનોના ઠેકાણા ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

Most Popular

To Top