Charchapatra

વોર અગેઈન્સ્ટ ટેરરિઝમ

અત્યાર સુધી આતંકવાદીઓ ભારતીય સેન્ય, અર્ધલશ્કરી દળો કે પોલીસના જવાનોને નિશાન બનાવતા હતા. આ વખતે પહેલીવાર પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા છે. દુનિયાનાં બધા દેશોએ આ હુમલાને માનવતાવિહીન અને કાયરતાપૂર્ણ ગણી ભારત તરફ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ભારત પણ વોર અગેઈન્સ્ટ ટેરરિઝમ શરૂ કરવા જઈ રહ્યું છે. સરહદ પારના આતંકી અને તેમના આકાઓને તેમની જ ભાષામાં આકરામાં આકરો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આપણે પણ દેશના અદના નાગરિક તરીકેની ફરજ બજાવવા તૈય્યાર રહેવું પડશે. ખાસ કરીને ડિજિટલ મીડિયા પર હાલ ભારત વિરુદ્ધ તથા ભારતના રાજકીય પક્ષ અને નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. પાકિસ્તાની યુટ્યુબની-  ન્યુઝ ચેનલો આમાં સામેલ છે. હાલ કટોકટીભર્યા સમયમાં આપણને કોઈ રાજકીય પક્ષ કે નેતા તરફ ભલે નફરત હોય પરંતુ દેશની સુરક્ષાને ધ્યાને લઈ આવા કોઈ પણ ભ્રામક પ્રચારમાં ન આવી આવા મેસેજ કે વીડિયોની સત્યતા જાણ્યા વગર ફોરવર્ડ ન કરી ડીલીટ કરી દેવું જોઈએ.
વ્યારા    – સંજય ઢીંમર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top