વડોદરા,તા.7
મહિલાઓમાં ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિમાં વધારો થાય તે માટે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સેવન ડેઝ ફિટનેસ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિટનેસ ચેલેન્જને જાણીતી અિભનેત્રી ડો. અિદતી ગોવિત્રીકર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
અદિતી ગોવિત્રીકર ડોકટરની સાથે સાથે એક મોડલ અને એકટ્રેસ પણ છે એમણે 1996માં ગ્લેરેડ કોન્ટેસ્ટ જીત્યો 2001 માં મિસિસ વર્લ્ડ એવોર્ડ જીતનારી અિદતિ ગોવિત્રીકર ભારત તરફથી પહેલી મહિલા હતી અને અત્યાર સુધીની એકલી કન્ટેસ્ટન્ટ છે. સોચ 16- ડિસેમ્બર જેવી અનેક ફિલ્મમાં પણ એમણે કરી છે.
2020માં પણ એક વેબસીરીઝ લોન્ચ કરી છે. આવનાર જૂન અથવા જુલાઈ-2021 માં પણ કુતુબમિનાર નામની ફિલ્મ આવી રહી છે. અદિતિએ પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું કે મહિલાઓએ ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવું જરૂરી છે. એમનું કહેવું છે કે, 25 મિનિટથી વધારે આપણે એક જગ્યાએ બેસવું ન જોઈએ.
25 મિનિટ પછી થોડી હલનચલન કરવુ સ્ટ્રેચ કરવુ પછી આગળની એકટીવીટી તરફ વધવુ એમના કહયા પ્રમાણે દરેક ફિમેલ ફિટ રહેવા માટે રોજના દસ હજાર સ્ટેપ ચાલવા જોઈએ. આ ફિટનેશ ચેલેન્જમાં ડાયટ, કસરત અને જીવન શૈલીના બદલાવથી સ્વાસ્થય સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે િફટનેસ એકસપર્ટ દ્વારા ફિટનેસ ટિપ્સ વડોદરાની મહિલાઓને નિ:શુલ્ક આપવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, મહિલાઓ એ જ પોતાના હેલ્થનું ધ્યાન રાખી ફીટ રહેવું જોઈએ. કેમકે મહિલાઓ જ પરિવારનો સ્તંભ છે.