Charchapatra

જાગો ગુજરાત-હવે ચૂપ રહેવાનો સમય નથી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બનેલી બીભત્સ અને નૃશંસ ઘટનાઓ સમગ્ર સમાજને હચમચાવી નાખે છે. પ્રશ્ન ઉઠે છે – આવું ગુજરાત કોણે બનાવ્યું? આપણી કઈ નીતિઓ અને બેદરકારીના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ? સમાજના દરેક સ્તરે આત્મખોજ કરવાની જરૂર છે, કારણ કે આ દારુણ પરિસ્થિતિ માટે જવાબદારી ટાળવી હવે શક્ય નથી.આંકડાઓ બતાવે છે કે સુરત અને અમદાવાદ જેવા બે મહાનગરો આવી ઘટનાઓમાં મોખરે છે – જે રાજ્યના વિકાસના ચહેરા ગણાતા હતા. દિલ્લીના નિર્ભયા કાંડ પછી મીણબત્તીઓ લઈને રસ્તા પર ઉતરેલા આપણે આજે આ મુદ્દે ચૂપ કેમ છીએ? શું કોઈના ડરથી કે પોતાના સ્વાર્થ માટે?”

સમય આવી ગયો છે – ડર દૂર કરો, આત્મસન્માનને જગાડો અને સમાજ માટે અવાજ ઉઠાવો. આપણી આવતી પેઢી માટે સુરક્ષિત અને સન્માનપૂર્ણ વાતાવરણ બનાવવું દરેક નાગરિકની ફરજ છે. જો આજે ચૂપ રહેશો, તો કાલે આપના સંતાનો આપણને જ પ્રશ્ન કરશે – “તમે ત્યારે શું કરી રહ્યા હતા?” નાગરિકો, જનપ્રતિનિધિઓ, NGO અને સામાજિક સંસ્થાઓને વિનંતી: ભ્રષ્ટાચાર, નસીલા પદાર્થો અને સ્ત્રીઓ પર વધતી હિંસા વિરુદ્ધ એક થાઓ. હવે અવાજ ઉઠાવો – કારણ કે આવનારા દિવસોમાં પસ્તાવાનો સમય પણ ન મળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. જાગો ગુજરાત – આપણા સમાજની સુરક્ષા આપણા જ હાથમાં છે.
સુરત     – આશિષ ટેલર        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top