Charchapatra

જાગો ગ્રાહક, સજાગ બનો

જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓ હવે મોલમાં મળી રહે છે. અને મોલમાં જે રીતે દરેક સામગ્રીની ગોઠવણી હોય, તે જ રીતે નાની દુકાનોમાં પણ ગોઠવણી કરેલી હોય છે. મોલમાં તો અમુક વસ્તુઓ પર વિવિધ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એ વસ્તુ થોડી જૂની અથવા માર્કેટમાં ઓછી જાણીતી અથવા નવી હોય તેવી મૂકતા હોય છે. આપણે જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે જે સામે દેખાય અને સરળતાથી લેવાય એ પહેલાં ઊંચકી લેતા હોઈએ છીએ. પરંતુ આમ ઉતાવળમાં વસ્તુ લેવામાં મન્યુફેકચરીંગ તારીખ અને એક્સપાયરી તારીખ જોઈ લેવી જરૂરી છે. કારણકે એ જુની હોઈ શકે છે અને તે પહેલાં વેચાય તે માટે રેકમાં આગળ મૂકી દેવામાં આવતી હોય છે.

એવું જ રસ્તામાં ટેમ્પામાં જે ફ્રૂટસ વેચાય છે, તે બજારમાં હોય તેના કરતાં ઓછા ભાવ ના હોય છે પરંતુ તમે જ્યારે ખરીદી કરો ત્યારે તે તમારી પહોંચથી ટેમ્પામાં ઘણા ઉંચા મુક્યા હોય છે. તમારી પાસે વણીને લેવાની કોઈ ચોઇસ નથી હોતી અને તેઓ પોતાની રીતે જ તોલીને આપતા હોય છે અને આપણે ઘણી વખત જાણતા કે અજાણતામાં છેતરાતા હોય છે. એવું જ ઑનલાઇન વેચાતી વસ્તુઓમાં પણ બને છે. જે જાહેરાતના ફોટામાં દેખાય છે અને જ્યારે વસ્તુ ખરેખર  હાથમાં આવે છે તેમાં પણ ઘણો ફરક હોય છે. આજનાં ફાસ્ટ જમાનામાં થોડી સતર્કતા રાખીને ખરીદી કરીએ તો છેતરાવાનું ઓછું બને.
સુરત     – સીમા પરીખ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top