ગુજરાતના યુવાનો વ્યાપારમાં પણ અને ભણતરમાં આગળ ગણાય છે. ત્યારે આ વખતની સરકારી સ્કૂલોના સર્વે રિપોર્ટમાં આવ્યું છે કે આઠમાં ધોરણ ભણતા વિદ્યાર્થીઓ 28 ટકા જ ભાગાકારના દાખલા કરી શકયા છે. કારણમાં જણાવ્યું છે કે ગુજરાતના 14થી 16 વર્ષની ઉંમરના કિશોરોમાં 82 ટકા સ્માર્ટફોન મોબાઈલથી ઘેરાયેલા છે. 53 ટકા કિશોરો જ એવા છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જ્યારે આ વર્ષે સરકારી શાળાઓમાં પ્રી-પાઈમરી એટલે નાના ભુલકાઓનાં એડમિશનમાં ગુજરાતમાં 21 ટકાનો વધારો થયો છે. આ બધા ભુલકાઓ આગળ જતાં કિશોરવયમાં આવતા મોબાઈલનો ઉપયોગ કરતાં થઈ જશે એટલે ભણતરનાં ટકા ઓછા થઈ જશે. હવે વિચારો કે આ માહિતી ગુજરાતનાં શિક્ષણશાસ્ત્રીઓને મળી નહી હોય! સરકાર અને શિક્ષણશાસ્ત્રીઓ બંને મળીને જ શિક્ષણ વિશે પ્લાન બને છે. સરકાર ફક્ત નાણાંથી મદદ કરે છે. બાકીના બધા પ્લાનોમાં શિક્ષણશાસ્ત્રીઓ જવાબદાર ગણાય છે. તો શુ ગુજરાતનાં શિક્ષણશાસ્ત્રીઓ પાછળ રહી ગયાં છે?
પોંડીચેરી – ડૉ.કે.ટી.સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આત્મવિશ્વાસ અને હકારાત્મક વિચારસરણી
આત્મવિશ્વાસ અને હકારાત્મક વિચારસરણી પ્રગતિશીલતાનું પ્રથમ સોપાન છે. એક કવિશ્રીએ સુંદર પંક્તિ ટાંકી છે, કે ‘‘ખુદનો ભરોસો જેને ન હોય, એને ખુદાનો ભરોસો પણ નકામો.’’ આત્મવિશ્વાસ સફળતાની બુનિયાદ છે. ક્યારેક પ્રથમ કોઈ કાર્યમાં નિષ્ફળતા પણ પ્રાપ્ત થાય, પરંતુ હાર ન માનતા ફરી પ્રયત્ન કરી કાર્યને સફળ બનાવવા કાર્યરત રહેવું જરૂરી. હકારાત્મક વિચારો પણ કાર્યને સફળ બનાવવા કાર્યરત રહેવું જરૂરી. હકારાત્મક વિચારો પણ કાર્ય સફળતામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણા હકારાત્મક વિચારો જ આપણી શક્તિ છે.
માનવીનું અર્ધજાગૃત મન સફળતાના વિચારો દ્વારા માનવીને સફળતાના માર્ગે દોરે છે. અર્ધજાગૃત મનને જેવા વિચારો અર્પણ કરીશું એવા જ સંજોગો એ ઉપસ્થિત કરશે. અર્ધજાગ્રત મનની શક્તિ અપાર છે. જેના દ્વારા માનવી ઈચ્છિત કાર્યમાં સફળતા મેળવી શકે છે. શક્ય હોય એટલા નકારાત્મક વિચારોથી દૂર જ રહેવું. માંદગીના વિચારો માંદગી જ લાવે! વિદ્યાર્થીઓ એ શિક્ષણ અને પરીક્ષા માટે પણ હકારાત્મક વિચારસરણી અને શ્રેષ્ઠ આત્મવિશ્વાસ કેળવવો જરૂરી. પારિવારીક સંબંધો માટે પણ હકારાત્મકતા આવશ્યક. લેટ ગો કરવાની મનોવૃત્તિ પણ હકારાત્મકતા જ ગણી શકાય. જેમાં સમજણનો સેતુ હોય છે. સંબંધની ગરીમા જાળવવા પણ હકારાત્મક વિચારસરણી જરૂરી.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
