વડોદરા: વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં વીવાય ઓ દ્વારા ગોંડલમાં વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ઊમટેલો જન સમુદાય હજારો વૈષ્ણવોનો દિવ્ય ભક્તિ દર્શન આ સંમેલનમાં થયા હતા. પૂ. વ્રજરાજકુમારજી ના હસ્તે ક્રિષ્ના સંસ્કાર વલ્ડ પ્રોજેક્ટનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વલ્લભાધીશના જય જય કારથી…… રાધેશ્યામના જય જય કારથી……. મંડપ ગુંજી ઉઠ્યો હતો.વૈષ્ણવ સંપ્રદાયમાં આવું આયોજન પ્રથમ વાર થયું તેમ જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું.
પુષ્ટિમાર્ગમાં વ્રજરાજકુમારજી દ્વારા ઇતિહાસ રચાયો તેમ રમેશભાઇ ધડુક એ જણાવ્યું હતું.
બાન લેબ ના મૌલેશભાઈ ઉકાણી સાત કરોડની રકમ આ પ્રોજેક્ટ બનાવવા જાહેર કરી હતી. યુકેના પ્રદીપભાઈ ધામેચા મહોત્સવના મુખ્ય મનોરથી બન્યા હતા. ગામે ગામ થી વૈષ્ણવો બસ તેમજ પોતાના વાહનોથી ઉમટી પડ્યા હતા. ચાર કલાક સુધી પૂર્ણ અનુશાસન સાથે વૈષ્ણવો બેઠા રહ્યા. પ્રથમ વાર આ પ્રકારનું અનુસાશન જોવા મળ્યું. આ કાર્યક્રમમાં લોકો ફક્ત કૃષ્ણ સંસ્કાર વલ્ડ ના ખાતમુહૂર્ત માટે, પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીના આશીર્વાદ માટે અને વૈષ્ણવોના સંમેલન માટે જ આવ્યા હતા. વ્રજરાજકુમારજીની એક હાકલને માન આપી લોકો પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી ઉમટી પડ્યા. એક સાથે 75 હજાર લોકોએ ભોજન કર્યું હજારો વીવાય ઓના કાર્યકર્તાઓ એ ખૂબ પરિશ્રમ કર્યો હતો. વૈષ્ણવ સંપ્રદાયમાં સર્વપ્રથમ વાર ઇતિહાસ રચાયો હતો.