વ્યારા: (Vyara) વ્યારામાં ટોક ઓફ ધી ટાઉન બનેલા ટીચકપુરા (Tichakpura) મલ્ટીપ્લેક્સની (Multiplex) ગેરરીતિના (Malpractice) મુદ્દે કલેક્ટર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે તપાસ સમિતિના અધિકારીઓ દ્વારા 10 દિવસની અંદર રિપોર્ટ કરવાનો હતો તે નહીં કરી સમય પસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે તપાસનું ફિડલું વાળી દેવાના પુરતા પ્રયાસ થઇ રહ્યા હોવાનું લાગી રહ્યું છે. મલ્ટીપ્લેક્સનો માલિક પંકજ પાલા કરોડોમાં આળોટે છે ત્યારે તેનાં ગેરવહીવટો અંગે અધિકારીઓનો (Officers) પનો ટુંકો કેમ પડે છે ? નાના ગરીબ માણસો બાંધકામમાં થોડુ ખોટુ કરે તો સીધો હથોડો ઝિંકી દેવાય છે. ગરીબોના બાંધકામ મામલે કોઇ તપાસ સમિતિ હજુ સુધી તાપી જિલ્લામાં નિમાઈ નથી. ત્યારે એક માત્ર પંકજપાલાનાં જ કિસ્સામાં કેમ ? વળી તપાસ સમિતિ બનાવ્યા પછી પણ કોઇ તપાસ સુધ્ધાએ ન થાય, તે માત્ર પંકજ પાલાનાં જ કિસ્સામાં જોવા મળ્યુ છે. જો અધિકારીઓની પંકજ પાલા સાથેની ગેરરીતિમાં સંડોવણી નથી તો તેના બિન અધિકૃત બાંધકામ ઉપર કાર્યવાહી કેમ કરતા નથી ?
ટીચકપુરા મલ્ટીપ્લેક્સ અંગે કલેક્ટરે તપાસ સમિતિ બનાવી હતી. ટીચકપુરા મલ્ટીપ્લેક્સનો રિપોર્ટ ૧૦ દિવસમાં કરવાનો હતો. પરંતુ સમિતિ બનાવ્યાને ૨૦ દિવસથી વધુ સમય વિતી ગયો હોવા છતાં તપાસ ઠેરની ઠેર છે. કલેક્ટરના આદેશ ઉપર નિમાયેલી સમિતિના અધિકારીઓ ટીચકપુરા મલ્ટીપ્લેક્સના કર્તાહર્તા પંકજ પાલાને છાવરી રહ્યા હોવાના આક્ષેપો વ્યારા ટાઉનમાં થઇ રહ્યા છે. અધિકારીઓ કોઇને કોઇ બહાનુ આગળ ધરીને તપાસને લંબાવી ફિડલું વાળી દેવાના ફિરાકમાં છે. જો તપાસ સમિતિ તપાસ કરશે જ નહીં તો ગેરવહીવટ સામે આવશે જ નહીં. ત્યારે આયકર વિભાગને તપાસના આદેશ આપવામાં આવે તે જરૂરી છે. આયકર વિભાગના અધિકારીઓ કરચોરો ઉપર લગામ કશતા હોય છે ત્યારે આ પ્રકરણમાં પણ આવકવેરા વિભાગને તપાસ સોંપાવી જોઇએ. ટીચકપુરા મામલે નોટ બંધી પછી આ સોનીના ધંધાર્થીએ વસાવેલી કરોડોની સંપતિમાં અધિકારીઓની સંડોવણીની શ્ક્યતા હોય ગેરરીતિનો તકાજો મેળવવા આયકર વિભાગની તપાસ થવી જરૂરી છે. હજુ સુધી આયકર વિભાગના અધિકારીઓ પણ ટીચકપુરા મામલે એકશન મોડમાં દેખાયા નથી. તાપી જિલ્લામાં પંકજ પાલાએ નોટ બંધી પછીના સમયમાં મોટા બિલ્ડરોની હરોળમાં રાતોરાત ટોચનું સ્થાન મેળવ્યુ છે. ત્યારે આયકર વિભાગના મોટા દરોડા અને સર્ચની કામગીરીમાં આ ટીચકપુરાના મલ્ટીપ્લેક્સ થિયેટર અને તેમા બસાવેલી કરોડોની મિલ્કત બાકાત રહી જાય તે વાત પણ અહીં ગળે ઉતરે તેમ નથી.
પંકજ પાલા દ્વારા ધોરી માર્ગ ઉપર અડીને એક હોટલનો પણ વહીવટ કરવામાં આવી રહ્યો છે. આહોટલ ખોટી રીતે બાંધવામાં આવી છે. કલેક્ટર કે સરકારમાંથી કોઇ પરવાનગી મેળવવામાં આવી નથી ત્યારે પંકજ પાલા તેનું ભાડુ પણ વસુલી રહ્યો છે. બ્લોક નં. ૩૭ અને ૩૮ની જગ્યા સ્થળે કોઇ પણ નાનો કર્મચારી જઈને જુએ તો ખેતીની આ જમીન પર બ્લોક પાથરી તેનો બિન અધિકૃત રીતે રસ્તા માટેનો ઉપયોગ થતો દેખાય છે. આ જમીન સરકારની પરવાનગી વિના બિનખેતીના કામે ઉપયોગમાં લેવાય રહી છે. ત્યારે તે મામલે હજુ સુધી ઉચ્ચ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી ? જો પંકજ પાલાએ કઇ ખોટુ કર્યુ જ નથી તો અધિકારીઓ તેનો ખુલાશો કેમ કરતા નથી ? અને જો ખોટુ કર્યુ છે તો તે મામલે કાર્યવાહી કરવા તપાસ સમિતિના નામે નાટક અને વિલંબ કેમ કરાઇ રહ્યો છે ? શુ પંકજ પાલા માટે અને અન્ય ગરીબોના દબાણ મામલે સરકારી કાયદા જુદા છે ?
વ્યારાનાં મલ્ટીપ્લેક્સ સહિતની પંકજ પાલાની મિલ્કતોમાં આયકર વિભાગનું સર્ચ જરૂરી
વ્યારા: નોટબંધી સમયે કહેવાય છે કે મોટા કરચોરોના તમામ આર્થિક વ્યવહારો પર વોચ ગોઠવાઈ હતી. તેમણે કરેલા તમામ વ્યવહારોની વિગતો તૈયાર કરી હોવાના દાવાઓ પણ કરાયા હતા. નોટબંધી બાદ માલેતુજારો અને જેમની પાસે બેહિસાબ કાળું નાણું હતું તેમણે સોની સાથે મોટા હવાલા પાડીને બેનામી સંપત્તીઓ ખરીદી લીધી હોવાની જ્યારે ચર્ચા છે. ત્યારે આવી સંપત્તિ શોધવા માટે આયકર વિભાગે બનાવેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) અહીં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ શોધવાની કસરત કરે તે જરૂરી છે. મલ્ટીપ્લેક્સના પ્રકરણમાં પંકજ પાલાએ સોની કમ બિલ્ડર અને રાતોરાત ઉદ્યોગપતિ બની બેનામી મિલ્કતો બનાવી છે ત્યારે આ કરોડોની સંપતિ ક્યાથી અને કેવી રીતે આવી ? પંકજ પાલાના વ્યવસાય સાથે જોડાયેલાઓના વર્ષોથી શુષુપ્ત રહેલા ખાતાઓમાં જે નોટબંધી બાદ એકદમ એકિટવ થઇ ગયા હતા. તે કાળા નાણાંની પણ તપાસ આયકર વિભાગે કરવી જોઇએ.