સુરત: (Surat) આગામી લોકસભા ચૂંટણીના (Loksabha Election) નગારા વાગી જતા જ ચૂંટણી તંત્ર પણ તડામાર તૈયારીમાં પડી ગયું છે. લોકસભા ચૂંટણી આડેના દિવસો જેમ જેમ વિતી રહ્યાં છે તેમતેમ ચૂંટણી તંત્રએ આખુ વરસ કરેલી મહેનતનું ફળ સામે આવી રહ્યું છે. ખાસ કરીને શહેર અને જિલ્લામાં સતત મતદાર યાદી સુધારણા ઝુંબેશને લીધે મતદારોની સંખ્યા તેમજ વયજૂથ મુજબ નવી નવી વિગતો બહાર આવી રહી છે.
- લોકસભા-2024માં સુરત શહેર અને જિલ્લામાં 84 હજાર મતદારો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે
- 30થી50 વયજૂથ વચ્ચેના 21 લાખ મતદારો નિર્ણાયક રહેશે
જિલ્લા ચૂંટણી તંત્રએ તૈયાર કરેલી મતદાર યાદીમાં કેટલાંક આંકડાઓનું વિશ્લેષણ આંખે ઉડીને વળગે છે. આ વરસે લોકસભા ચૂંટણીમાં વયજૂથ મુજબ પણ મતદારોની સંખ્યાનું ચિત્ર જાણવા મળ્યું છે. જે જોતા 84,476 મતદારો 18થી19 વરસની વયજૂથવાળા છે. મતલબ કે તેઓ પહેલી વખત મતદાર યાદીમાં સામેલ થયા છે. આ મતદારો પહેલી વહેલી વખત મતદાન કરશે. તેવી જ રીતે આગળ જોઇએ તો 30થી49 વયજૂથવાળા 21 લાખ આસપાસ મતદારો છે. આ મતદારો યુવા અને પરિપકવ છે. જેઓ મતદાનમાં નિર્ણાયક સાબિત થશે.
- વય જૂથ મતદારોની સંખ્યા
- 18-19 84476
- 20-29 892606
- 30-39 1195565
- 40-49 1097833
- 50-59 756870
- 60-69 430138
- 70-79 188014
- 80+ 62580
- Total 4708082