સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં ફટાકડા ફોડતા બાળક પરથી આખે આખી કાર પસાર થઈ ગઈ હતી. જો કે, સદનસીબે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં. કતારગામ વિસ્તારમાં વોલ્વો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.
કતારગામમાં ફટાકડા ફોડતા બાળક ઉપરથી વોલ્વો કાર પસાર થયા બાળપણ માસુમ બાળકને ઘસરકા સુદ્ધા ન થતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું. જેને રામ રાખે એને કોણ ચાખે જેવી કહેવત ને સાર્થક કરતા આ ઘટનાના CCTV સામે આવતા રુંવાડા ઉભા થઇ જાય છે.
7 વર્ષનો બાળક ફટાકડા ફોડી રહ્યો હતો. તે દરમિયાન કાર ચાલકે તેના પરથી કાર ચઢાવી દીધી હતી. બેદરકાર કાર ચાલકે સીસીટીવી પ્રમાણે વળાંકમાંથી આવીને ફટાકડા ફોડતા બાળકને નીચે લઈ લીધો હતો. જો કે, કારની નીચે જગ્યા વધુ હોવાથી બાળક રસ્તા પર પટકાઈને ઢસડાઈ ગયો હતો. જેથી તેને માત્ર માથાના ભાગે અને પગના ભાગે ઈજા થઈ હતી.સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યાં હતાં. બાળક પરથી ચાલક પસાર થઈ ગયો તો પણ તેને ખ્યાલ ન રહ્યો હોય તેમ દૂર જઈને ઉભો રહ્યો હતો. આ તરફ બાળકે રાડા રાડ કરી મૂકતા લોકો દોડી આવ્યાં હતાં.ઘટનામાં સદ્નસીબે બાળકનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો.બાળકને માથાના ભાગે અને મોંના ભાગે ઇજા થઈ હતી.
લોકોએ કહ્યું હતું કે, ઘટના કતારગામની હતી. વોલ્વો કાર ના ચાલકે સોસાયટીના અંદરના રોડ ઉપર ટ્રેનિંગ પર અકસ્માત સર્જ્યો હતો. સોસાયટીમા ઘર બહાર ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક ઉપર કાર ચઢાવી નીકળી ગયો હતો. કાર ની અડફેટે ચઢયા બાદ પણ બાળકને સામાન્ય ઈજા થઈ હતી. કાર ચાલકની બેદરકારીના સીસીટીવી સામે આવ્યા હતા. વળાંકમાંથી આવીને ફટાકડા ફોડતા બાળકને કાર નીચે લઈ લીધો હોવા છતાં ચાલકને ખબર પડી નહતી. ધોળે દિવસે કાર નીચે આવ્યા બાદ બાળક રસ્તા પર પટકાઈને ઢસડાઈ ગયો હતો. જેથી તેને માત્ર માથાના ભાગે અને પગના ભાગે ઈજા થઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યાં હતાં. બાળક પરથી ચાલક પસાર થઈ જતા જોઈ રુંવાડા ઉભા થઇ જાય છે. પણ કાર ચાલકને તેને ખ્યાલ સુદ્ધાં ન આવે એ નવાઈ ની વાત છે. બીજી તરફ બાળકે રાડા રાડ કરી મૂકતા લોકો દોડી આવ્યાં હતાં. ઘટનામાં સદનસીબે બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.બાળકને માથાના ભાગે અને મોંના ભાગે ઇજા થઈ હતી.