SURAT

યુનિવર્સિટીના પ્રિન્સિપલ સહિત ટીચર્સને હોદ્દાથી ફારેગ કરી દેતા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ મેદાનમાં

સુરત: સુરત (Surat)ની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)થી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટી (Private university)માં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી તેમજ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રિન્સિપલ સહિત ટીચર્સને યુનિવર્સિટીએ સેનેટ (Senate) સહિત અલગ અલગ હોદ્દા ઉપરથી દૂર કરી ફારેગ કરી દેતા આજે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ (ABSS) મેદાનમાં આવ્યું હતું.

અખિલ ભારતીય શૈક્ષિક સંઘે યુનિવર્સિટીના આ પગલાનો વિરોધ વ્યકત કરી રજૂઆતો કરવા યુનિવર્સિટીમાં દેખાવો યોજયા હતાં. દિવસભર અખિલ ભારતીય શૈક્ષિક સંઘે યુનિવર્સિટીને ઘેરવાની કોશિશ કરી હતી. શૈક્ષિક સંઘના આગેવાન અને પી.ટી.સાયન્સ કોલેજના ટીચર કેતન દેસાઇએ કહ્યું હતું કે વી.એન.એસ.જી. યુનિવર્સિટી એ તા ૨૦/૭/૨૧ થી પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં દક્ષિણ ગુજરાત ખાતેની વિવિધ ગ્રાન્ટ ઈન એડ કોલેજો નાં આચાર્યો, અધ્યાપકો નાં સેનેટ સભ્ય પદ અચાનક અને અકળ કારણોસર રદ કરી દીધા છે જે સંપૂર્ણ પણે અસ્વીકાર્ય છે.

આ કોલેજોનું જોડાણ હજી સુધી નર્મદ યુનિવર્સિટી સાથે જ છે, તેમના ટ્રસ્ટે પણ નવરચિત પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે ગ્રાન્ટ ઈન એડ કોલેજો નાં જોડાણ માગ્યા નથી તથા તે અંગે હજુ સુધી સરકાર એ કોઈ પણ પ્રકારનો સ્પષ્ટ આદેશ આપ્યો નથી. આવા સંજોગમાં રાજકીય ચાલબાજીમાં આ મહાનુભાવો નું સેનેટ સભ્ય પદ રદ કરી શકાય નહીં. વળી આવો નિર્ણય આ કોલેજોમાં કાર્યરત તમામ અધ્યાપકો અને કર્મચારીઓને હાનિકર્તા બને છે, તેમની નોકરી, પગાર તથા અન્ય સેવાને સીધી અસર કરે છે, જેની ચિંતા કરી શૈક્ષિક સંઘે મુદ્દો ઉપાડયો છે. આવા અધ્યાપકોનાં હીતની રક્ષા થાય તથા ન્યાય થાય તેવો નિર્ણય થાય તેવી અમારી આપને માગણી છે.

ઉપરાંત અધ્યાપકો તેમનું શિક્ષણ, પરીક્ષણ કાર્ય પણ કરે જ છે, તેથી આ અધ્યાપકો, આચાર્યો આપણી સાથે જોડાયેલા જ ગણાય તેથી પણ તેમને અપાયેલ વિવિધ હોદ્દાઓ ઉપર તેઓ રહી જ શકે છે. તેથી ૨૭/૫/૨૧ ની સિન્ડિકેટની બેઠકનો આ અંગે નો અન્યાયપૂર્વકનો ઠરાવ પાછો ખેચાય તેવી શૈક્ષિક સંઘની માગણી છે. આ અંગે જો યુનિવર્સિટી યોગ્ય નિર્ણય સમયમર્યાદામાં નહીં લે તો અધ્યાપકોને થતાં ઘોર અન્યાય સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

સરકારના નિર્દેશ મુજબ જ પગલું ભરાયું છે : કુલપતિ ડો. ચાવડા

શહેરની અલગ અલગ ગ્રાન્ટેડ કોલેજોને તેમના ટ્રસ્ટે ખાનગી યુનિવર્સિટી બનાવતા યુનિવર્સિટીએ બે દિવસ પહેલા આવી કોલેજોના આચાર્ય સહિત શિક્ષકોને અલગ અલગ સત્તામંડળોમાંથી ફારેગ કરી દીધાં હતાં. આ મામલે આજે અખિલ ભારતીય શૈક્ષિક સંઘે કુલપતિ.ડો.કે.એન.ચાવડાને રજૂઆતો કરી હતી. આ અંગે પ્રતિભાવ આપતા તેમને કહ્યું હતું કે, તેમને સરકારના નિર્ણય મુજબ નોંધ લીધી છે. આ અંગે કોઇ ડિસકશન ન થાય પરંતુ શૈક્ષિક સંઘે રજૂઆતો કરી હતી. જે તેમણે સાંભળી તેમને ભયસ્થાનોથી નચિંત રહેવા કહ્યું હતું.

ગ્રાન્ટે઼ કોલેજોએ ભ્રમિત થવાની જરૂર નથી એમડેમેન્ટમાં કેટલીક વાતો દિવા જેવી સ્પષ્ટ

2009ના પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ માં ગુજરાત સરકારે may 2021 માં મહત્વના સુધારાઓ કર્યા જેની કલમ 3 (5 )હેઠળ અગાઉ જે પ્રોવિઝન હતાં. જેમાં ગ્રાન્ટેડ સિવાયની કોલેજો શબ્દ દૂર કર્યા અને જણાવ્યું કે એક્ટમાં સુધારો આવે તે જ દિવસથી અગાઉની યુનિવર્સિટી સાથેના તમામ વિશેષાધિકારો નવી યુનિવર્સિટીના સમાપ્ત થાય છે. તથા પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટની ગાઈડ લાઈન મુજબ ના વિશેષાધિકારો શરૂ કરવાના રહે છે. આ સાથે કલમ ૩ (૭)ને ડીલિટ કરી રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજોની ગ્રાન્ટની ચિંતા પણ દૂર કરી છે જેથી પ્રાધ્યાપકોના પગાર વગેરે જેમ ચાલુ છે તેમ સરકાર જ ચૂકવશે, એ અંગે સ્પષ્ટતા કરી છે. તદુપરાંત કલમ ૪૫ હેઠળ સરકારશ્રીએ વિદ્યાર્થીઓની ચિંતા પણ દૂર કરી છે અને બીજા તથા ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે હાલની વ્યવસ્થા ચાલુ રાખવાની સ્પષ્ટ સૂચના આપી છે.

Most Popular

To Top