SURAT

બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી સહિતના UGના પ્રોવિઝલ એડમિશન ફોર્મ 12મીથી ભરાવાના શરૂ

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટના પ્રોવિઝનલ એડમિશન ફોર્મ (Admission Form) ભરવાની કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે. જે આગામી 12 જાન્યુઆરીથી શરૂ કરશે. ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (Student) ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષાના પરિણામથી ભરી શકાશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટી લઇ ન જાય તેમજ એડમિશન પ્રોસેસ પણ સમયસર પૂર્ણ થાય એ માટે નવી રણનીતિ તૈયાર કરી છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષ 2023-24ના બી કોમ, બીકોમ ઓનર્સ, બીબીએ, બીઆરએસ, બીએસસી, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ, બીસીએ, ઇન્ટિગ્રેટેડ બીકોમ એલએલબી, ઇન્ટિગ્રેટેડ એમએસસી આઇટી, ઇન્ટિગ્રેટેડ એમએસસી બાયોટેક્નોલોજી, ઇન્ટિગ્રેટેડ એમઆરએસ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ, ફાઇન આર્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને બીએ માસ કોમ્યુનિકેશન કોર્સોના પ્રોવિઝનલ એડમિશન આગામી 12 જાન્યુઆરીથી શરૂ થશે.

ગુજરાત સહિતના બોર્ડમાં ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ-10ના પરિણામથી પ્રોવિઝનલ એડમિશન ફોર્મ ભરી શકશે. જે પછી યુનિવર્સિટી ધોરણ-12નું પરિણામ આવ્યા બાદ તેના મેરીટના આધારે એડમિશન કરશે. પ્રોવિઝનલ એડમિશનના ફોર્મ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલથી યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ભરી શકશે. બીઆરએસ સાથે ઇન્ટિગ્રેટેડ એમઆરએસ ઇન સ્ટેનેબલ ડેવલોપમેન્ટ કોર્સ બન્ને માટે એક જ ફોર્મ ભરવાના રહેશે.

આવી જ રીતે બીકોમ અને બીકોમ-ઓનર્સ માટે પણ એક ફોર્મ ભરવાનું રહેશે. બીકોમ, બીએસસી, બીબીએ અને બીસીએના પ્રોવિઝનલ એડમિશન ફોર્મમાં સુરત, બારડોલી, નવસારી, વલસાડ અને ભરૂચ એમ પાંચ ઝોન આપ્યા છે, વિદ્યાર્થી જે ઝોનની કોલેજમાં એડમિશન લેવાની ઇચ્છા હોય તે ઝોન અનુસાર તેણે પ્રોવિઝનલ એડમિશન ફોર્મ ભરવાનું રહેશે. એડમિશન કમિટીથી જાણવામાં આવ્યું હતું કે, ધોરણ-12નું પરિણામ આવ્યા બાદ પ્રોવિઝનલ ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓએ ડેશબોર્ડ ઓપન કરીને માર્ક્સ એડ કરવાના રહેશે. ઉપરાંત કેટેગરી સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. બીએના એડમિશન જે તે બીએની કોલેજમાંથી કરવામાં આવશે. ઉપરાંત મેડિકલ અને પેરા-મેડિકલના એડમિશન ગુજરાત સરકાર તરફથી થતા હોય છે. જેથી આવા વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ એડમિશન ફોર્મ ભરવાની જરૂરીયાત રહેતી નથી.

Most Popular

To Top