SURAT

બુધવારથી યુનિવર્સિટીનો 49મો યુવા મહોત્સવ : 2 હજારથી વધારે વિદ્યાર્થી ભાગ લેશે

સુરત : આજથી એટલે કે બુધવારથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) 49મો યુવા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેમાં 26 પ્રકારની સ્પર્ધામાં 2000થી વધારે વિદ્યાર્થીઓએ (Student) ભાગ લીધો હોવાનું જાણવા મળે છે. બુધવારના સવારના આઠથી દસ કલાક દરમિયાનમાં કળાયાત્રા અને સ્પર્ધા યુનિવર્સિટીના પર્વ મંચથી કન્વેશન હોલ ઉપર પહોંચશે. ત્યારબાદ 10 કલાકથી સ્કિટ, હળવું કંઠ્ય સંગીત, કાવ્ય પઠન, શાસ્ત્રીય વાદ્ય સંગીત અને ચિત્રકળા યોજાશે તથા સાંજે પાંચ કલાકે સમૂહ નૃત્ય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને હસ્તકળા યોજાશે.

  • સ્કિટ, હળવું કંઠ્ય સંગીત, કાવ્ય પઠન, શાસ્ત્રીય વાદ્ય સંગીત અને ચિત્રકળા યોજાશે
  • સાંજે પાંચ કલાકે સમૂહ નૃત્ય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને હસ્તકળા યોજાશે
  • યુવા મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 120 કોલેજો અને વિભાગોના 2025 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે

49મો યુવા મહોત્સવમાં ગરબામાં 26, સમૂહ નૃત્યમાં 29, ફોંક ફોર્કેસ્ટ્રામાં 1, એકાંકીમાં 14, સમૂહ ગીત 18, લોકગીત 40, હળવું કંઠ્ય સંગીત 16, શાસ્ત્રીય કંઠ્ય સંગીત 16, શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં 13, કાવ્ય પઠન 82, એકપાત્રીય અભિનય 46, નવલિકા 54, પાદપૂર્તિ 28, ચિત્રકલામાં 97, હસ્તકલામાં 46, ક્લે મોડલિંગમાં 23, કાર્તૂન મેકિંગ ઓન કરંટ ઇસ્યુ 33 , વક્તૃત્વમાં 107, ડેબિટ 50, મિમિક્રીમાં 14, સ્ક્રીટમાં 4, પોસ્ટર મેકિંગમાં 50, રંગોળીમાં 84, મહેંદી માં 130, શાસ્ત્રીય નૃત્યમાં 19 અને માઇમમાં 14 એન્ટ્રી મળી છે. યુવા મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 120 કોલેજો અને વિભાગોના 2025 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. વિદ્યાર્થીઓ સાથે ટીમ મેનેજર અને સંગીતકારો પણ ઉપસ્થિત રહેશે. વિવિધ 26 સ્પર્ધાઓમાં 1079 કૃતિઓ રજૂ થશે. ફોક ઓરકેસ્ટ્રામાં ફક્ત એક જ એન્ટ્રી નોંધાઈ જ્યારે સૌથી વધુ મહેંદી સ્પર્ધામાં 130 સ્પર્ધકો નોંધાયા છે. જે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

Most Popular

To Top