SURAT

માસ પ્રમોશનને કારણે નર્મદ યુનિ.એ સ્નાતકના પહેલા વર્ષમાં 25 ટકા બેઠક વધારી

વીર નર્મદ યુનિ.એ આગામી 21 જૂનથી સ્નાતકના પહેલા વર્ષના અલગ અલગ અભ્યાસક્રમો ઉપર વર્ગદીઠ 25 ટકા બેઠકો વધારી પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા નિર્ણય કર્યો છે. વીર નર્મદ યુનિ.ખાતે મળેલી સિન્ડિકેટ બેઠકમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહ પછીના અભ્યાસક્રમો ઉપર એડમિશન ફાળવવા સહમતિ સધાઇ છે. યુનિ.ના વરિષ્ઠ સિન્ડીકેટ સભ્ય સંજય દેસાઇ તેમજ યુવા સિન્ડીકેટ સભ્ય ડો.કશ્યપ ખરચીયાએ કહ્યું હતું કે, આ વર્ષે કોરોનાને લીધે ધોરણ-12ની ગુજરાત સરકાર અને અધર બોર્ડની પરીક્ષાઓ મૂલતવી રહી છે. બોર્ડની પરીક્ષામાં સરકારે માસ પ્રમોશન જાહેર કર્યું છે. માસ પ્રમોશનને પગલે શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતભરની કોલેજોમાં પ્રથમ વર્ષના એડમિશનમાં ધસારો રહે તેવી શકયતાઓ છે.

યુનિ.ની સિન્ડિકેટ સભાએ પ્રવેશ કટોકટીની સ્થિતિને ખાળવા માટે આ વર્ષે સરેરાશ પચ્ચીસ ટકા ઇન્ટેક કલાસ દીઠ વધારવા જાહેરાત કરી છે. શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતની ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ મળી 285 કોલેજ છે. આ કોલેજોમાં ગયા વર્ષે 70 હજાર બેઠક હતી. જે આ વર્ષે વધારીને 80 હજાર કરતા અધિક કરાઇ છે. યુનિ.એ દક્ષિણ ગુજરાતની ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ડિવિઝન દીઠ પણ બેઠકો વધારી છે. જેથી ધોરણ-12ના પરિણામો બાદ એડમિશનની કોઈ સમસ્યા નહીં રહે.

સ્નાતકના પહેલા વર્ષ માટે ધોરણ-10 અને પીજી માટે યુજીના છઠા સેમેસ્ટરના આધારે ફોર્મ ભરી શકાશે
યુનિ.એ ગ્રેજયુએશન અને પોષ્ટ ગ્રેજયુએશન માટે વેળાસર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે ગતિવિધિ તેજ બનાવી છે. આજે સિન્ડિકેટે પણ યુનિ.ને ગ્રીન સિગ્નલ આપ્યું છે. સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઇએ કહ્યું હતું કે, ગ્રેજયુએશનના ફર્સ્ટયરના પ્રવેશપત્રકમાં ઉમેદવારોએ ધોરણ-10ની માર્કસની વિગતો ભરવાની રહેશે. તેવી જ રીતે પોષ્ટ ગ્રેજયુએશશમાં અંડર ગ્રેજયુએશનના છઠ્ઠા સેમેસ્ટરની વિગતો ભરવાની રહેશે. યુનિ.ની સેન્ટ્રલાઇઝડ એડમિશન કમિટિ તે મુજબ મેરિટ લિસ્ટ બનાવશે અને કોલેજોને મોકલશે. કોલેજો ત્યારબાદ આગળના રાઉન્ડ ચલાવશે.

સ્પોર્ટ્સ ક્વોટામાં વર્ગદીઠ ચાર બેઠકો હશે અને તેમાં પ્રવેશ પહેલા અપાશે
યુનિ.ના યુવા સિન્ડીકેટ સભ્ય ડો.કશ્યપ ખરચીયાએ કહ્યું હતું કે, રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સ્પોર્ટ્સ કવોટાની વર્ગદીઠ ચાર બેઠકો મંજૂર કરાઇ છે. તે ઉપરાંત નેશનલ અને સ્ટેટ લેવલ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને સ્પોર્ટ્સ કવોટામાં એડમિશન અપાશે. આ કવોટોની બેઠકો ઉપર મેરિટના આધારે સૌથી પહેલા એડમિશન ફાળવવામાં આવશે.

યુનિ. શાળા-કોલેજોનો સંપર્ક કરી હેલ્પ સેન્ટર પણ ચાલુ કરાવશે
વીર નર્મદ યુનિ.એ યુજી અને પીજીની એડમિશન પ્રોસિઝર શરૂ કરવા સાથે શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હેલ્પ સેન્ટર શરૂ કરવા માટે નિર્ણય કર્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં નેટ કનેક્ટિવિટી સહિત અનેક સમસ્યાઓ નડે છે. પ્રવેશ વાંચ્છુઓને સાયબર કાફે સુધી લંબાવવું નહિં પડે તે માટે નજીકની શાળા અને કોલેજોમાં હેલ્પ સેન્ટર ચાલુ કરાવાશે.

શૈક્ષણિક વર્ષ: 2020-2021
અભ્યાસક્રમનું નામ કુલ બેઠકો
B.Sc. 10275
M.Sc. Integrated Biotechnology 150
B.Sc. (Computer Science) 600
B.Com. 28675
B.Com. (Honrs) 250
B.A. 23025
B.B.A. 3900
B.C.A. 4350
B.R.S. 482
5 Year Integrated Programme in Sustainable Development 75
B.Com. LL.B 150
M.Sc. IT 162

કોર્ષ મુજબ વર્ગવાર બેઠકોની નિયત સંખ્યા
અભ્યાસક્રમનું નામ સરકારી તથા ગ્રાન્ટ ઈન એઈડ સ્વનિર્ભર વધારાના ડિવીઝન
B.Sc. (Computer Science) 120 100
B.Com. and B.Com. (Honrs) 120 120
B.A. 130 130
B.B.A. – 60
B.C.A. – 60
B.R.S. 60 60
B.Com.LL.B. – 60
M.Sc.Integrated Biotechnology – 60
M.Sc.IT – 60
5 Year Integrated Programme in Sustainable Development – 60
Bachelor of Fine Arts – 80
Bachelor of Interior Desing -70

Most Popular

To Top