વીર નર્મદ યુનિ. (vnsgu) દ્વારા આગામી મહિને લેવાનારી અલગ અલગ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 17 મે સુધી લંબાવ્યા પછી પણ સેંકડો ઉમેદવારો ફોર્મ નહિં ભરી શકતા તારીખ લંબાવવા રજૂઆતો કરાઇ છે.
યુનિ.ના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ રજૂઆતો કરતા કહ્યું હતું કે, યુજી-પીજીની પ્રવર્તમાન એકેડેમિક યરની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 મેથી 17 મે સુધી લંબાવાઇ હતી. ઓનલાઇન-ઓફલાઇન ફોર્મ ભરવા આ તારીખ અપાઇ હતી.
પંરતુ આ ડેડલાઇન વચ્ચે યુનિ.માં સળંગ 3 દિવસ રજા હોવાથી અનેક ઉમેદવારો પોતાના પરીક્ષાના ફોર્મ ભરી શક્યા નથી. વાવાઝોડાને પગલે પણ બે-ત્રણ દિવસ કોઇ યુનિ.સુધી આવી શકે તેમ નથી. જેથી પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવા રજૂઆતો કરાઇ છે. કેટલીક ખાનગી કોલેજો ફીના ઉઘરાણા કરી ઉમેદવારોને પરીક્ષાના ફોર્મ ભરવા દેતી નથી.