Vadodara

VMC દ્વારા શહેરના વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટેની કામગીરીનું નિરીક્ષણ કરાયું

શહેરમાં સંભવિત પૂરની પરિસ્થિતિના નિવારણના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેનું આજરોજ પાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

વડોદરા શહેરમાં સંભવિત પૂરની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને ઉડી અને પહોળી કરવા માટે ચાર ઇજારદારોને અલગ અલગ રીતે કામગીરી સોંપવામાં આવી છે જે અંતર્ગત મંગલ‌ પાંડે બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી અનુક્રમે અગિયાર હજાર ઘન મીટર તથા બાર હજાર ઘન મીટર માટી કાઢવાની કામગીરી તેમજ આસપાસના ઝાળીઓની સફાઇ, કટિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી દરમિયાન જળચર જીવો મગર ને કોઇ નુકસાન ન થાય તેમજ તેણે ક્યાં ઇંડા મૂકેલા છે સાથે જ તેઓની કયા નદી પટ પર વસવાટ છે તે બાબતે વાઇલ્ડ લાઇફ રેસ્કયુ તથા વન વિભાગના વોલિએન્ટર્સ ની સૂચના મુજબ આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીં વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દીલીપ રાણા, દંડક શૈલેષ પાટીલ સહિત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,આ દરમિયાન ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વિશ્વામિત્રી નદીનો પટ કેપેસીટી 800ક્યુમેક છે તે વધારીને 1150 થી 1200ક્યૂમેક સુધીની કરવામાં આવશે.

Most Popular

To Top