Gujarat

પીએમ મોદીએ ગુજરાતનાં વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું

રાજ્યમાં તૌકતે વાવાઝોડા ( tauktea cyclone) એ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ( pm narendra modi) નુકસાની નિરીક્ષણ માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા ગુજરાત પહોંચ્યા છે. પીએમ મોદી સૌ પ્રથમ ભાવનગર એરપોર્ટ ( bhavanagar airport) પર આવ્યા જ્યાં મુખ્યમંત્રી રૂપાણી (cm vijay rupani) એ તેમનું સ્વાગત કર્યું હતું . અહીંથી તેઓ રાજ્યના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈન નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા .પીએમ મોદી અમરેલી, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં વાવાઝોડાને લઈને થયેલી નુકસાનીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, જેના બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે. હવે ભાવનગરથી અમદાવાદ રવાના થશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કરશે.

પીએમ મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને કેંદ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ ખાતરી આપી હતી. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.

જણાવી દઈએ કે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. બે દિવસ સુધી ગુજરાતને વાવાઝોડા ( cyclone) એ ઘમરોળ્યા બાદ કેટલાય જિલ્લાઓમાં જાન અને માલની નુકશાનીનો ચિતાર હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ હવે મોતના આંકડા ચોંકાવનારા છે. રાજ્યમાં વાવાઝોડા (gujrat cyclone) ના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયા છે. 

Most Popular

To Top