Vadodara

વિશ્વામિત્રી નદીની જાળવણીનું ભાન ભૂલ્યા

વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જનજાગૃતિ લાવવા પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.ત્યારે વડોદરા મહાનગર પાલિકાના સત્તાધ્ધિશો વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ કરવા તેમજ તેની જાળવણી કરવાનું ભાન ભૂલ્યા હતા.એક પણ હોદ્દેદારે વિશ્વામિત્રી નદીને જોવાની દરકાર પણ લીધી ન હતી.ત્યારે શાષકો સામે જાગૃતિ નાગરિકો દ્વારા આક્ષેપ કરી તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કરવામાં આવ્યા હતા.

વડોદરાની વચ્ચેથી 16 થી 23 કિલોમીટર વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે.આ નદી એટલી સુંદર છે અને સર્પાકારે જઈ રહી છે. શહેરના જાણીતા એડવોકેટ પર્યાવરણ બચાવો સમિતિના શૈલેષ અમીને જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીને સાફ કરવાના નામે કરોડો રૂપિયા ચવાઈ જાય અને બીજા વર્ષે પાછી નદી એવીને એવી થઈ જાય.આ નિષ્ફળ કોર્પોરેશને વડોદરાની વસ્તી વધતી ગઈ,સંખ્યા વધતી ગઈ, વડોદરા શહેર જે 120 કિલો મીટર માંથી 220 કિલોમીટરનું થયું.તો ડ્રેનેજ ના પ્રશ્નો હલ નથી થયા, ડ્રેનેજ કેવી રીતે છોડવું તેનું પંમ્પિંગ કેવી રીતે કરવું,સુવેઝના પ્લાન્ટ કેવી રીતે કરવા, એ પ્રશ્નો હલ નથી થતા.આ વિશ્વામિત્રી નદીમાં બધે જ બાકોરા પાડી પાડીને ડ્રેનેજના દૂષિત પાણી છોડી દીધા. વિશ્વામિત્રી પવિત્ર નદીને એકદમ મલિન,ગંદી અને મળમૂત્ર વહેતી નદી બનાવી દીધી.આ ઉપરાંત જ્યારે આ વિશ્વામિત્રી નદી જેનો પટ અમુક જગ્યાએ કુદરતી પહોળો છે તો અમુક જગ્યાએ સાંકડો છે.

જ્યારે પૂર આવે ત્યારે આ નદી એનો પટ એક્સપાંડ કરતી હોય છે કે પૂરનું પાણી એબઝોવ કરતું હોય છે.કે પાણી શહેરના લોકો પર ન ચડી જાય,ખુમારી ન સર્જે.તો આ પટ જે મોટા હતા તે પટમાં પણ બિલ્ડરોને કોર્પોરેશનના શાસકો અને જે પ્રતિબંધિત વિસ્તાર કહેવાય એવી જમીન કે જેમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થાય અને નદી-નદીના સ્વરૂપે રહેવા દેવા માટે આ પટની જમીન છે.જે ખુલ્લી રાખવી જોઈએ એની જગ્યા પર કોર્પોરેશનના કચરાના મોટા મોટા ડમ્પરો આવી આવીને નદીમાં પુરાણ કરી દીધું એચએફએલનું લેવલ લાવ્યા,34-35 મીટર દરિયાના લેવલથી અને એની ઉપર બિલ્ડરોને કાયદાની વિરુદ્ધ જઈને પ્રતિબંધિત વિસ્તાર એકની જમીન હિન્દુસ્તાનનો એક પણ કાયદો આ જમીન ઉપર બાંધકામની પરવાનગી આપતો નથી.છતાં પણ કાયદાની ઉપરવટ જઇને રાજકીય લોકો, શાસકો પોતાની માલિકીની જમીનમાં મોટા મોટા બિલ્ડીંગ બાંધી દીધા NA કરી લીધી અને આ જમીનોએ નદીને સાંકળી કરી દીધી. કદાચ એક ઇંચ બે ઇંચ કે પાંચ ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડે તો, વડોદરા વેનિસ સિટી જેવું બની જાય છે.અને બધે જ કમર જેટલા પાણી ભરાઈ જાય છે.કેમકે આ પાણીનો નિકાલ થતી વિશ્વામિત્રી નદી હતી,જે કાંસો હતી.

Most Popular

To Top