National

વિશ્વામિત્રી બ્રિજ પર કારે માતા-પુત્રીને અડફેટે લીધી : પુત્રીનું મોત

વડોદરા: મુજમહુડા સ્થિત વિશ્વામિત્રી બ્રિજ પર પૂરઝડપે પસાર થતી કારે ડબલ સવારી સ્કુટીને ધડાકાભેર ટક્કર મારતા સવાર માતા પુત્રી ઉછળીને રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત પુત્રી માતાની નજર સામે જ કમકમાટીભર્યા મોતને ભેટી હતી. બ્રિજ વનવે હોવા છતાં બેકાબૂ ગતિએ પસાર થતાં વાહનો જીવલેણ અકસ્માત સર્જે છે.

વડોદરા શહેરમાં અણઘડ ટ્રાિફક નિયમનના કારણે દિનબદિન નિર્દોષ વાહન ચાલકો અકસ્માતોના ખપ્પરમાં હોમાઈ જાય છે. આજે વધુ એક બનાવ મુજમહુડા પાસે વિશ્વામિત્રી બ્રિજ પર બન્યો હતો. લાલબાગ તરફથી અટલાદરા તરફ બ્રિજ પરથી સ્કુટી પસાર થતી હતી. સ્કુટી પર માતા પુત્રી સવાર હતા. પાછળથી પૂરઝડપે આવેલી કાર નં. જીજે-6-જેઈ-7036 નંબરના ચાલકે કાબુ ગુમાવતા સ્કુટીને જોરદાર ટક્કર મારી હતી. 

ધડાકાભેર ટક્કરથી સ્કુટી પરના સવાર માતા પુત્રી ઉછળીના રોડ પર પટકાયા હતા. કારની ઝડપ એટલી બધી હતી કે, ચાલક યુવતીની ઉપર કાર ફરી વળતા કચડી નાખી હતી. અકસ્માતના પગલે લોકટોળા ઉમટી પડતા ચાલક ફફડી ઉઠયો હતો અને પબ્લીકની મારની બીકે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચતા ઈજાગ્રસ્ત માતા પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડી હતી. જયાં તબીબે ઈજાગ્રસ્ત યુવતીને મરણ પામેલ જાહેર કરી હતી. પોલીસે કાર ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top