વિસ્કોન્સિનના એક પબમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત અને બે લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. એમ શેરિફ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. અધિકારી ડેવિડ રાઈટે કહ્યું કે, આ ગોળીબાર કેનોશા કાઉન્ટીના સોમર્સ ગામના સોમર્સ હાઉસ તાવેર્ન ખાતે થયો હતો.ગોળીબાર કરનાર શૂટરની તાત્કાલિક ધરપકડ થઇ શકી નહોતી. રાઈટે કહ્યું કે, ગોળીબાર લક્ષિત અને એક અંગત ઘટના હોવાનું જણાયું હતું. જેથી અધિકારીઓ માનતા ન હતા કે, જેનાથી સામાન્ય લોકોમાં જોખમ છે.રાઈટે જણાવ્યું હતું કે, અધિકારીઓ મૃત્યુ પામનારાં લોકોની ઓળખ માટે કામ કરી રહ્યા હતા. ઘાયલ થયેલા બે લોકોને તે વિસ્તારની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
ગુરુવારે ઈન્ડિયાપોલિસના ફેડએક્સ વેરહાઉસમાં આઠ લોકોની હત્યા સહિત દેશભરમાં તાજેતરમાં થયેલા ગોળીબારના કારણે અધિકારીઓએ રવિવારે વહેલી સવારથી તાવેર્ન તરફનો રસ્તો બંધ રાખ્યો હતો. આ અગાઉ ગયા મહિને કેલિફોર્નિયામાં ઑફિસમાં થયેલા ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. તેમજ એટલાન્ટા વિસ્તારના સ્પામાં થયેલા ગોળીબારમાં આઠ લોકોને ગોળી વાગી હતી અને કોલોરાડોના બૉલ્ડરમાં સુપરમાર્કેટ પર થયેલા ગોળીબારમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં.