National

આંધ્ર પ્રદેશની રાજધાની બદલાઈ, સીએમ જગન રેડ્ડીએ કરી જાહેરાત

આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડીએ (CM YS Jagan Mohan Reddy) રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ રાજ્યની નવી રાજધાનીની (Capital) જાહેરાત કરતા કહ્યું કે વિશાખાપટ્ટનમ (Visakhapatnam) શહેર રાજ્યની રાજધાની બનાવ જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે હું તમને લોકોને વિશાખાપટ્ટનમમાં આમંત્રિત કરવા આવ્યું છું, જે આગામી દિવસોમાં આપણી નવી રાજધાની બનવા જઈ રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે હું પણ આવનારા સમયમાં વિશાખાપટ્ટનમ જઈશ.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ જાહેરાત કરી છે કે વિશાખાપટ્ટનમ રાજ્યની આગામી રાજધાની હશે. તમને જણાવી દઈએ કે 2014 માં જ્યારે તેલંગાણા આંધ્ર પ્રદેશથી અલગ થયું હતું, ત્યારે હૈદરાબાદને 10 વર્ષ માટે બંને રાજ્યોની સામાન્ય રાજધાની જાહેર કરવામાં આવી હતી. આ સમયગાળો પૂરો થયા બાદ હૈદરાબાદને તેલંગાણાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આંધ્ર પ્રદેશે 2024 પહેલા રાજધાની જાહેર કરવી પડી છે.

મુખ્યમંત્રીએ નવી રાજધાની જાહેર કરી
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે 3 અને 4 માર્ચે વિશાખાપટ્ટનમમાં વૈશ્વિક સમિટનું આયોજન કરી રહ્યા છીએ… હું તમને બધાને સમિટમાં વ્યક્તિગત રીતે આમંત્રિત કરવા આવ્યો છું.” રેડ્ડીએ વિદેશી અને સ્થાનિક રોકાણકારોને વિનંતી કરી કે વિશાખાપટ્ટનમની મુલાકાત લો અને જુઓ કે આંધ્ર પ્રદેશ રાજ્યમાં વેપાર કરવો કેટલો સરળ છે.

આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બંને જ્યારે અલગ થયા ત્યાર સુધી હૈદરાબાદ તેલંગાણા અને આંધ્ર પ્રદેશની રાજધાની રહ્યું હતું. પરંતુ સમય પૂર્ણ થતા હૈદરાબાદ તેલંગાણાનું કેપ્ટિલ બન્યું અને આંધ્રપ્રદેશની રાજધાની અરાવતી જાહેર કરવામાં આવ્યું. તમને જણાવી દઈે કે 23 એપ્રિલ 2015ના રોજ ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સરકારે અમરાવતીને આંધ્ર પ્રદેશની આગામી રાજધાની તરીકે જાહેર કરી હતી.

ત્યાર બાદ 2020માં ખુદ જગન સરકારે આંધ્ર પ્રદેશની ત્રણ રાજધાની હોવાની વાત કરી હતી. જેમાં અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલના નામ સામે આવ્યા હતા. જોકે, બાદમાં YSR કોંગ્રેસ સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો અને અમરાવતીને રાજધાની બનાવવાની વાત કરી હતી. ત્યારથી આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતી રહી હતી. પરંતુ ફરી એકવાર મુખ્યમંત્રી જગન રેડ્ડીએ રાજધાની બદલવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને વેપાર અને ઉદ્યોગ માટે વિશાખાપટ્ટનમ આવવાનું આમંત્રણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, YSR કોંગ્રેસ સતત TDP પર અમરાવતીમાં જમીન કૌભાંડનો આરોપ લગાવી રહી છે. ખાસ કરીને ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આ વિવાદના કેન્દ્રમાં રહ્યા છે. રેડ્ડી સરકારે કથિત કૌભાંડની સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે અમરાવતીમાં ઘણા સ્થળો વિશે એક્શન પ્લાન પહેલાથી જ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે ચંદ્રબાબુ નાયડુએ આવા આરોપોને સદંતર ફગાવી દીધા હતા.

Most Popular

To Top