નવી દિલ્હી: ભારતની (India) અધ્યક્ષતામાં મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સ વર્ચ્યુઅલ (Virtual) રીતે કરવામાં આવશે. પહેલા એવું અનુમાન હતું કે આ કોન્ફરન્સ ફિઝિકલી યોજાશે પરંતુ મે મહિનાના અંતમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ સમિટ વર્ચ્યુઅલ રીતે યોજાશે. SCOમાં આઠ સભ્યો છે જેમાં ભારત (India), રશિયા (Russia), ચીન (China), પાકિસ્તાન (pakistan), તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારત વર્ષ 2005માં આ સમિટમાં જોડાયું હતું. તે સમયે ભારતની ભૂમિકા નિરીક્ષકની હતી. આ પછી વર્ષ 2017માં ભારત તેનું સંપૂર્ણ સમયનું સભ્ય બન્યું હતું.
- પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ પણ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે
- ભારતની અધ્યક્ષતા ચીનની સર્વોપરિતાને પડકારવા જેવી
- પશ્ચિમ દેશો સાથે મુકાબલો કરવાના ઉદ્દેશ્ય સાથે SCOની સ્થાપના કરાઈ
SCOમાં ચીનને ખૂબ જ મજબૂત દેશ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સમિટમાં ભારતની અધ્યક્ષતા પણ ચીનની સર્વોપરિતાને પડકારવા જેવી લાગે છે. આ સમિટમાં રશિયાની ભાગીદારી પણ ચર્ચાનો વિષય છે કારણ કે તાજેતરમાં યેવજેની પ્રિગોઝિનની ખાનગી સેના વેગનરના વિદ્રોહ પછી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શક્તિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ પણ પીએમ નરેન્દ્ર મોદીના ઇન્વિટેશન પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે.
SCO ની સ્થાપના શા માટે કરવામાં આવી?
SCOની સ્થાપના 2001માં શાંઘાઈમાં થઈ હતી. પૂર્વ એશિયાથી હિંદ મહાસાગર સુધી પશ્ચિમ દેશો સાથે મુકાબલો કરવાના ઉદ્દેશ્ય સાથે ચીન, રશિયા, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રમુખો દ્વારા એક સમિટમાં SCOની સ્થાપના કરવામાં આવી હતી. જો કે ભારત વર્ષ 2017માં તેનું સભ્ય બન્યું હતું. વર્ષ2005માં ભારતચ ઓબ્ઝર્વરની ભૂમિકામાં હતું.