સિમલા: હિમાચલ પ્રદેશના છ વખતના મુખ્યમંત્રી (6 time cm) અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા (Congress leader) વિરભદ્રસિંહ (Virbhadhra sinh)નું લાંબી બીમારી બાદ ગુરુવારે વહેલી સવારે અવસાન (Death) થયું હતું. તેઓ 87 વર્ષીય હતા.
વરિષ્ઠ મેડિકલ અધિક્ષક ડૉ.જનક રાજે જણાવ્યું કે, વરિષ્ઠ નેતાએ સવારે 3.40 વાગ્યે અહીંની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (આઈજીએમસી)માં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે ઉમેર્યું કે, સિંહને સોમવારે હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેમની હાલત ગંભીર હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બુધવારે વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.
નવ વખતના ધારાસભ્ય અને પાંચ વખતના સાંસદ બાદ તેમના પરિવારમાં પત્ની પ્રતિભા સિંહ અને પુત્ર વિક્રમાદિત્ય સિંહ છે. તેમની પત્ની પૂર્વ સાંસદ (Former mp) છે અને પુત્ર સિમલા ગ્રામીણના ધારાસભ્ય (mla) છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ (President covind), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMmodi), હિમાચલ પ્રદેશ (Himachal pradesh)ના મુખ્યમંત્રી જય રામ ઠાકુર અને ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
13 વર્ષની ઉંમરે, વિરભદ્રસિંહ બુશહર રજવાડાનો સિંહાસન સંભાળનારો પ્રથમ રાજા હતો. વર્ષ 1947માં બુશહર રજવાડાના રાજા પદ્મદેવસિંહના મૃત્યુ પછી વિરભદ્રસિંહે રાજગાદી સંભાળી હતી. સ્વતંત્ર ભારતમાં, જ્યાં રાજાશાહી પદ્ધતિનો અંત આવ્યો હતો, તેમ છતાં, પરંપરાઓ અનુસાર રાજા વિરભદ્રસિંહને તાજ પહેરાવવામાં આવ્યો. હિમાચલ પ્રદેશના રાજકારણનો અવિસ્મરણીય ચહેરો હવે આપણી સાથે નથી. સ્વતંત્ર ભારતમાં રાજાશાહી વ્યવસ્થાના અંત પછી પણ સિંહાસન સંભાળવાની સાથે, વિરભદ્રસિંહે છ વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ સંભાળ્યો. કૃષ્ણ વંશના 122 મા રાજા, વિરભદ્રસિંહે રાજ્યને નવી ઊંચાઈ પર લઈ જવા માટે મોટી ભૂમિકા ભજવી હતી. બુશહર રજવાડાના ગૌરવ, વિ રભદ્રસિંહનો જન્મ 1934 માં સોનીતપુરમાં થયો હતો, જેને હવે સારાહના નામથી ઓળખવામાં આવે છે. દેવોની કૃપાથી વિરભદ્રસિંહનું જીવન આગળ વધ્યું.
હિમાચલ પ્રદેશ સરકારે ગુરુવારે સિંહના સન્માનની નિશાની તરીકે ત્રણ દિવસીય રાજ્ય શોકની ઘોષણા કરી છે. સિંહનો બે મહિનામાં બીજી વાર 11 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અગાઉ તેઓ 12 એપ્રિલે કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ પ્રથમ ચેપથી સાજા થઈને 30 એપ્રિલે ચંદીગઢની હોસ્પિટલથી અહીં હોલી લોજ સ્થિત પોતાના ઘરે પરત ફર્યા હતા. જો કે, ઘરે પહોંચ્યાના કલાકોમાં જ તેમને હ્રદય અને શ્વાસની તકલીફની ફરિયાદના કારણે આઈજીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બંદારુ દત્તાત્રેય, મુખ્યમંત્રી ઠાકુર અને અન્ય નેતાઓએ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, શિમલાના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સુરેશ કશ્યપ, ભાજપના એચપી પ્રભારી અવિનાશ રાય ખન્નાએ પણ તેમનાંનિધન પર શોક વ્યક્ત કર્યો હતો.