મુંબઇ: વિરાટ કોહલીએ (Virat Kohli) વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં શાનદાર સદી ફટકારી છે. તેમણે તેમની આંતરરાષ્ટ્રીય (International matches) કારકિર્દીની 500મી મેચમાં 76મી સદી ફટકારી હતી. આ સાથે તેમણે વધુ એક રેકોર્ડ (Record) પોતાના નામે નોંધાવ્યો છે. વિરાટ કોહલી કારકિર્દીની 500મી મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા, સાથે જ તેમણે સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટની આ 29મી સદી છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ શાનદાર સદી ફટકારી હતી. સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીએ સચિન તેંદુલકરને પણ પછાડ્યો છે.
વિરાટ કોહલી વર્ષ 2019 થી સપ્ટેમ્બર 2022 સુધી એક પણ સદી ફટકારી શક્યો નથી. લગભગ 1000 દિવસની રાહ જોયા બાદ તેમણે T20 એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. જે બાદ તે પોતાની જૂની લયમાં દેખાયા હતા. તે T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાન ટોપ સ્કોરર હતા. ત્યારબાદ વિરાટે સફેદ બોલ અને લાલ બંને બોલમાં સદી ફટકારી હતી. એટલું જ નહીં IPLમાં પણ વિરાટે 2023ની સિઝનમાં બે સદી ફટકારી હતી.
વિરાટ કોહલીની કારકિર્દીની આ 76મી આંતરરાષ્ટ્રીય સદી છે અને સચિન તેંડુલકર આ મામલામાં 100 સદી સાથે સમગ્ર વિશ્વમાં ટોચ પર છે. ત્યારે તમે વિચારતા હશો કે વિરાટે સચિનને કેવી રીતે પાછળ છોડી દીધો. તો તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરે 500 મેચ બાદ 75 સદી ફટકારી હતી પરંતુ વિરાટ કોહલીએ 500મી મેચ સુધીમાં પોતાની 76 આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી લીધી છે.
વિરાટ કોહલીએ વર્ષ 2023માં કુલ 6 સદી ફટકારી છે. જો કે તેમાં ચાર આંતરરાષ્ટ્રીય સદી અને બે આઈપીએલ સદી સામેલ છે. વિરાટ કોહલીએ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં બે સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. ત્યારબાદ IPL 2023માં વિરાટના બેટમાંથી બેક ટુ બેક સેન્ચુરી નીકળી હતી. આ તેમની વર્ષની છઠ્ઠી સદી હતી. તે વિરાટ કોહલી જે 2019 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો ન હતો. જે બાદ તેમણે હવે એક વર્ષમાં 5 સદી ફટકારી છે.