Sports

મેલબોર્ન એરપોર્ટ પર મહિલા પત્રકાર સાથે વિરાટ કોહલીની ઉગ્ર બોલાચાલી, જાણો સમગ્ર મામલો

મેલબોર્ન: મેલબોર્ન પહોંચતા જ ઓસ્ટ્રેલિયાના એક ટીવી પત્રકાર સાથે વિરાટ કોહલીની દલીલ થઈ હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ મેલબોર્નમાં એક ઓસ્ટ્રેલિયન ટીવી પત્રકાર સામે કથિત રીતે પોતાનો મિજાજ ગુમાવ્યો હતો. વિરાટ અચાનક કેમ ગુસ્સે થયો તેનું કારણ જાણી શકાયું નથી, પરંતુ કેમેરા તેના પરિવાર તરફ વળતા કોહલી ગુસ્સામાં હતો.

કહેવામાં આવી રહ્યું છે કે મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયાની એક મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી. વિરાટનો એક મહિલા પત્રકાર સાથે તેના પરિવારની તસવીરો લેવાના મુદ્દે ઝઘડો થયો હતો. વિરાટ તેની પત્ની અનુષ્કા અને બાળકો વામિકા કોહલી અને અકાય કોહલી સાથે મેલબોર્ન એરપોર્ટ પર ઉતર્યો હતો.

ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ચેનલ ‘ચેનલ 7’ના એક પત્રકારે તેનો વીડિયો બનાવ્યો હતો જેના પર વિરાટ ગુસ્સે થઈ ગયો. વિરાટે પત્રકારને વિનંતી કરી કે તે તેની તસવીરો લે પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરે. ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર, કોઈપણ સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટીના વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી.

ગાબા ટેસ્ટ વરસાદના લીધે ડ્રો થઈ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 ની ત્રીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડ્રો થઈ. આજે તા. 18 ડિસેમ્બરના રોજ બ્રિસ્બેનના ગાબા ખાતે મેચનો છેલ્લો અને પાંચમો દિવસ હતો. પહેલા ખરાબ લાઇટ અને પછી વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ બંને કેપ્ટનની સહમતિથી આ મેચ ડ્રો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top