Sports

ક્રિકેટમાં વિરાટ કોહલીની સદીનો દુષ્કાળ કંઇ અપવાદરૂપ કિસ્સો નથી

8 સપ્ટેમ્બરે, વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારી હતી, જે તેની છેલ્લી સદીના 1,021 દિવસના લાંબા સમય પછી આવેલી સદી હતી. જો કે વિરાટ કોહલીની સદીનો હજારથી વધુ દિવસનો સમયગાળો કંઇ ક્રિકેટનો અપવાદરૂપ કિસ્સો નથી, ઘણાં મહાન અને દિગ્ગજ ખેલાડીઓ તેમાંથી પસાર થઇ ચૂક્યા છે. તેની સદીમાં આવેલા આ લાંબા વિરામનો તેના ટીકાકારો દ્વારા તેની બેટીંગ નબળી પડી હોવાના દાવાના ઉદાહરણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. જોકે તેના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડએ આ દાવાઓને બહું મહત્વ આપ્યું નહોતું.

દ્રવિડે તો વિરાટની સદીના ત્રણ દિવસ પહેલા જ એવું નિવેદન કર્યું હતું કે વિરાટ સાથે, લોકો તેના આંકડાઓ અને તેના નંબર બાબતે ખૂબ જ ભ્રમિત થઈ જાય છે. અમારા માટે, તે સંભવતઃ એવું નથી. ફેબ્રુઆરીમાં રોહિતે કોહલીનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેનું ફોર્મ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય નથી. તે ખાસ બાબત છે કે તેણે સદી ફટકારી, તેમ છતાં દક્ષિણ આફ્રિકા સામે તેણે બે અડધી સદી ફટકારી હતી. સદીના દુષ્કાળ બાબતે રોહિત શર્માથી વધુ માહિતગાર કોઇ નથી. 2010 માં સળંગ બે સદી ફટકાર્યા પછી રોહિતે 1,235 દિવસ સુધી સદી ફટકારવાની રાહ જોવી પડી હતી. જે એક રીતે જોઇએ તો કોહલીના તાજેતરના સદીના દુષ્કાળના સમયગાળા કરતાં 200 દિવસથી વધુ છે. શર્માનો એક અલગ જ સ્ટોપ હતો. તેની 14મી સદી તેની તેરમી સદીના 500 દિવસ પછી આવી હતી.

એ વાત જાણી લો કે રમતના મહાન ખેલાડીઓએ પણ બે સદીઓ વચ્ચેના આવા અંતર સાથે સંઘર્ષ કર્યો છે. દાખલા તરીકે, શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન અર્જુન રણતુંગાએ તેની બીજી સદીના 2,340 દિવસ પછી તેની ત્રીજી સદી ફટકારી હતી. વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોએ તેની ત્રીજી અને ચોથી સદી વચ્ચેનું અંતર 1,113 દિવસનું હતું. આ યાદીમાં જોઇએ તો ઓછામાં ઓછા 23 સંપૂર્ણપણે અલગ બેટ્સમેનો છે જેમની બે સદી વચ્ચે કોહલી કરતાં વધુ અંતર છે. આવા ખેલાડીઓની સંખ્યા ખૂબ જ સરસ રીતે થોડી વધી શકે છે.

કેટલાકપસંદગીના ભારતીય બેટ્સમેનોમાં રમતના તમામ આંકડાઓ ધ્યાને લેતારા બે સદીઓ વચ્ચેના અંતરને જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, યુવરાજ સિંહની અંતિમ સદી તેની તે પહેલાની સદીના 2,132 દિવસ પછી આવી હતી. સુનીલ ગાવસ્કરને તેની પાંચમી સદી ફટકારવામાં 1,150 દિવસ લાગ્યા હતા. ઓછામાં ઓછા 11 ભારતીય ખેલાડીઓ – ભૂતપૂર્વ સુકાની એમ.એસ. ધોની અને મહંમદ અઝહરુદ્દીની બે સદીઓ વચ્ચેનું અંતર કોહલી કરતાં વધુ હતું.. ધ્યાન ખેંચે તેવા કેટલાક અપવાદો છે. જેમ કે ધ ફેબ્યુલસ 4 સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વી.વી.એસ. લક્ષ્મણને તેમની કારકિર્દીના કોઈપણ સમયે બે સદી વચ્ચે કોહલી જેટલી વાર લાગી નથી. તેમ છતાં, તેમની વચ્ચે પણ, એવા કિસ્સાઓ છે જ્યારે બે સદીઓ વચ્ચેનો સમયગાળો 500 દિવસને વટાવી ગયો છે.

તેમ છતાં, એ નોંધવું અતિ આવશ્યક છે કે આ દિગ્ગજ ખેલાડીઓએ તેમની કારકિર્દીના કયા તબક્કે આવો સદીનો દુષ્કાળ અનુભવ્યો હતો. વર્ટિકલ એક્સિસને ધ્યાને લેતા એવું જાણવા મળે છે કે પસંદગીના બેટ્સમેનોમાં બે સદી વચ્ચેના દિવસોની સંખ્યાએ દર્શાવે છે. કે કયા ખેલાડીને તેની કેરિયરમાં કયા સમયે આવો દુષ્કાળ સહન કરવાનો વારો આવ્યો હતો. જો તેને ધ્યાને લઇએ તો સમજાય છે કે મેથ્યુ હેડન અને શિવનારાયણ ચંદ્રપોલ જેવા કેટલાક ખેલાડીઓ તેમની કેરિયરની શરૂઆતમાં બે સદી વચ્ચે લાંબો સમયગાળો જોવો પડ્યો હતો. વિવિયન રિચાર્ડ્સ, ક્લાઇવ લોયડ અને જ્યોફ્રી બોયકોટ તેમની કેરિયરના મધ્યભાગેમાં સૌથી વધુ અંતર ધરાવતા હતા. અને એલન બોર્ડરને તેની કેરિયરના અંતે આવો ગાળો જોવાનો વારો આવ્યો હતો. આ બધુ ઘ્યાને લઇને કોહલી રાહતનો શ્વાસ લઇ શકે તેમ છે.

Most Popular

To Top