Sports

વિરાટ કોહલી સોશિયલ મીડિયામાંથી કમાય છે આટલા કરોડ, આંકડો જાણી ચોંકી ઉઠશો

મુંબઈ (Mumbai): ઇન્સ્ટાગ્રામ (Instagram), ફેસબુક (Facebook) અને ટ્વિટર (Twitter) જેવા માધ્યમ લોકો સુધી પહોંચવા માટેનું ખૂબ જ સરળ માધ્યમ બની ગયું છે અને આ કંપનીઓ તેમના યુઝર્સ (Users) વધે તે માટે તમામ પ્રકારના પ્રયત્નોમાં રહેતી હોય છે. ખાસ કરીને સેલિબ્રિટીઓનો (Celebrity) તેમાં મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતની (India) વાત કરીએ તો ભારતમાં ક્રિકેટ (Cricket) એ સૌથી પ્રિય રમત છે તેવી જ રીતે ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની (Entertainment Industries) સેલિબ્રિટીને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

  • છેલ્લાં ત્રણ વર્ષથી એક પણ સદી નહીં મારનાર વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર ભલે ફલોપ હોય પરંતુ ચાહકોમાં તેનો ક્રેઝ ઘટ્યો નથી
  • વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટથી 8 કરોડ રૂપિયાની કમાણી કરે છે
  • રીચ કેટેગરીમાં વિરાટ કોહલી 14માં નંબર પર

ક્રિકેટર્સની વાત કરીએ તો વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ભલે રમતમાં ફલોપ હોય પરંતુ તેમનો ચાહક વર્ગ ખૂબ જ વિશાળ છે. સૌથી નવાઇની વાત તો એ છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમણે એક પણ સેન્ચુરી (Century) મારી નથી. પરંતુ તેના કારણે તેમના ચાહક વર્ગમાં કોઇ જ ઘટાડો થયો નથી. સોશિયલ મીડિયામાં (Social Media) તેમને તેમનો ચાહક વર્ગ હજી પણ સેલિબ્રિટીના રૂપમાં જ જુએ છે. તેઓ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ (Post) મારફત જેટલા રૂપિયા કમાઇ છે તે આંકડો ભલભલાને વિચારતા કરી નાંખે તેવો છે.

જો કે, એ વાત અલગ છે કે આર્જેન્ટિનાના (Argentina) સ્ટાર ફૂટબોલ (Football) પ્લયેર લિયોનલ મેસી (Leonel Messi) અને પોર્ટુગલના (Portugal) ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની (Cristiano Ronaldo) કમાણી તેમના કરતાં અનેક ગણી વધારે છે. પરંતુ તમે એ જાણીને ચોંકી જશો કે, વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટથી 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જુદા જુદા સોશિયલ મીડિયા ઉપર નજર રાખતી એક વેબસાઇટની (Website) 2022ની યાદી ઉપર નજર કરીએ તો તેમાં રીચ કેટેગરીમાં વિરાટ કોહલી 14માં નંબર પર આવે છે. આ જ દર્શાવે છે કે કોહલીની લોકપ્રિયતા હજી પણ અકબંધ છે.

Most Popular

To Top