છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન પદેથી હટાવ્યા બાદ અને રોહિત શર્માની નિમણુક કરાયા બાદ વિવાદ ચગ્યો છે કે વિરાટ કોહલીની માન મર્યાદા જાળવવામાં આવી નથી ત્યારે બોર્ડ દ્વારા મનસ્વી વર્તન કરીને તેને હટાવી દેવામાં આવ્યો છે વિરાટ કોહલી કહે છે કે તેને અગાઉથી જાણ કરવામાં આવી હોત તો વધારે સારું પરંતુ તેની અગાઉથી કોઇ જાણ કરવામાં આવી ન હતી તેને છેલ્લી ઘડીએ કહેવામાં આવ્યું કે તે બંને ટીમના સુકાનીપદે નથી વિરાટ કોહલીએ કહ્યું કે હું સુકાનીપદ કરવા માટે તૈયાર હતો પરંતુ કેમ મને હટાવ્યો તેની મને જાણ નથી હવે આ બાબત ખૂબ ચર્ચાનો વિષય બની ગઈ છે અને કેટલાક પૂર્વ ક્રિકેટરોએ ઝંપલાવ્યું છે ખાસ કરીને રવિ શાસ્ત્રીના વિધાનથી મામલો ચર્ચાસ્પદ બની ગયો છે કારણ કે રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમના કોચ પદેથી હટી જતાં જ સ્ફોટક નિવેદન કર્યું તેને કહ્યું છે કે બોર્ડ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લેવાયો છે અને તેનો શિકાર તે પોતે પણ ભૂતકાળમાં થઇ ચૂક્યો છે.
તેને વિરાટ કોહલીને કેપ્ટન પદેથી હટાવવા અંગે પણ કેટલીક વાતો કરી જે પણ વિવાદાસ્પદ બની છે. રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી અને બોર્ડ વાત પર પ્રથમવાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ વિવાદને બોર્ડ યોગ્ય રીતે ઉકેલી શક્યું હોત. વિરાટે પોતાનો પક્ષ રજૂ કર્યો હવે બોર્ડે પોતાની વાત લોકો સમક્ષ રાખવાની જરૂર છે બોર્ડ શા માટે કુલડીમાં ગોળ ભાંગી રહ્યું છે અને જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે તેઓ શું કરવા ઇચ્છતા હતા અને ખરેખર શું બન્યું. શાસ્ત્રીએ લિમિટેડ ક્રિકેટમાં રોહિતને કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો છે જો કે તેણે કહ્યું કે ભલે મનસ્વી રીતે વર્તે છે પરંતુ રોહિત શર્મા અને જે રીતે કેપ્ટન બનાવવામાં આવ્યો છે લિમિટેડ મેચો માટે તે સંપૂર્ણપણે યોગ્ય છે ભલે પ્રક્રિયાને ખોટી રીતે લીધો એ વાત જુદી છે.
પરંતુ જો કે કઈ જગ્યાએ ટુર્નામેન્ટ માટે યોગ્ય વન-ડે માટે પસંદ કરવામાં આવ્યો છે તેને ટેકો કરે છે. અગાઉ પણ કહ્યું હતું કે તેની ટીમ જાહેર કરવાના ફક્ત દોઢ કલાક પહેલા તેને કેપ્ટન પદેથી હટાવવા અંગે જાણ કરાઇ હતી. આઈપીએલની નવી સિઝનમાં નવી વાત જાણવા મળી છે. નવી સિઝનમાં શાસ્ત્રી કોચિંગના બદલે હવે કોમેન્ટ્રી કરતો જોવા મળી શકે તે શક્યતા વધારે છે. તેણે કોમેન્ટ્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. શાસ્ત્રીએ કહ્યું કે થોડા સમય કોચિંગ દૂર રહેવા માંગુ છું. રવિ શાસ્ત્રી ચોક્કસપણે ટીવી અને મીડિયામાં કમબેક કરતો જોવા મળશે. કારણ કે તે મારી પ્રથમ પસંદ છે. અગાઉ અમદાવાદ નવી ફ્રેન્ચાઈઝી રવિ શાસ્ત્રીને કોચ તરીકે પસંદ કરવા આગળ વધી રહી હતી પરંતુ કેટલાક કારણોસર કે શક્ય બન્યું નથી માટે હવે ગેરી સાથે વાત ચાલી રહી છે.
શાસ્ત્રીનું નામ લગભગ નીકળી ગયું છે. કેટલાક વર્ષોથી સંપૂર્ણ રીતે ક્રિકેટથી દૂર રહેલા અમરનાથે ધડાકો કર્યો છે. એમ અમરનાથ તેમના સમયમાં કેટલાક વિવાદ કરવા માટે જાણીતા છે એક સમય એવો હતો કે જ્યારે તેમણે કહ્યું હતું કે પસંદગીકારોએ જોકરની જમાત છે. તે માટે તેમને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા ન હતા પરંતુ ઘરેલુ ક્રિકેટમાં પરફોર્મન્સ જેટલું જોરદાર હતું કે તેમને પસંદ પડ્યા હતા. હવે તેમણે વિરાટ કોહલી અને રોહિત શર્માના વિવાદમાં ઝુકાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ વર્ષોથી અનુભવી રહ્યા છે કે ઘણો લાંબો સમય થયો છતાં બોર્ડને પસંદગીકારોમાં કોઈ ફેર આવ્યો નથી. તેમણે વર્ષો પહેલા કહ્યું હતું કે પસંદગીકારો જોકરની જેમ જ છે. તેમણે કહ્યું કે આ બાબતમાં હજુ પણ ફેર હોય એવું તેને લાગતું નથી.
વિરાટ કોહલી અને રોહિત શર્માનો દાખલો આપતા કહ્યું કે બોર્ડે જે નિર્ણય લીધો તેની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે એમ તેઓ માને છે પરંતુ એ વાત નિશ્ચિત છે કે બોર્ડે જે કંઈ નિર્ણય કર્યો છે તે ચોક્કસ ખેલાડીને ધ્યાનમાં રાખ્યા વગર ભારતીય ટીમ માટે તેને શું કર્યું છે તે ધ્યાનમાં રાખ્યા વગર લીધો છે. સ્પષ્ટ રીતે વિરાટ કોહલીની ફેવર કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિરાટ કોહલીએ દેશ માટે ઘણું કર્યું છે, વિરાટે ભારતને ઘણી પ્રતિષ્ઠા અપાવી છે. આવા સારા ખેલાડીને મહાન ખેલાડીને એકાએક પલટી મારીને ફેંકી દેવામાં આવે એ ફેંકી શકાય નહીં બોર્ડે નિર્ણય લેતા અગાઉ વિરાટ કોહલીની માન મર્યાદા જળવાઈ એ રીતે નિર્ણય લેવો જરૂરી હતો તેની અગાઉથી જાણ કરવી જરૂરી હતી તેની સાથે મિટિંગ કરી જરૂરી હતી અને તે બાદ નિર્ણય જાહેર કર્યો તે વધારે યોગ્ય કહેવાતે.
તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ રોહિત શર્મા નો વિરોધી નથી રોહિત શર્માને પણ ટેકો કરે છે પણ જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે એ જોતાં ઘણું જ દુઃખ થયું છે. મોહિન્દર અમરનાથએ કહ્યું કે નિર્ણય ચોક્કસપણે ખોટો છે આ પ્રક્રિયા ચોક્કસ પણેખોટી છે મને ભૂતકાળમાં પણ આવા ઘણા અનુભવ થયા છે પરંતુ હવે વર્ષો જૂની વાત છે એટલે તે જૂની વાત કરવા માગતો નથી પરંતુ હાલમાં જે કંઈ થઈ રહ્યું છે તે ભૂતકાળનું પુનરાવર્તન થઇ ગયેલ છે તો આ રીતે ચાલતું રહેશે તો તેની સીધી અસર ખેલાડીઓની માનસિકતા પર થશે. ખેલાડીઓના પરફોર્મન્સ પર થશે. કોઇ પણ ખેલાડીને અથવા પહેલા તેની માન મર્યાદા જળવાઈ રહે એ રીતે નિર્ણય લેવો વધારે જરૂરી છે બોર્ડ વધુ એકવાર વિવેક ચૂકી ગયું છે છતાં પણ બોર્ડ દ્વારા જાહેરમાં નિવેદન આપીને સ્પષ્ટતા કરવી જોઈતી હતી.
આ વિવાદમાં બીજા ઘણા ક્રિકેટરોએ પણ ઝંપલાવ્યું છે કિરણ મોરેએ જણાવ્યું કે બોર્ડ દ્વારા આજે કેવી પદ્ધતિ અપનાવવામાં આવી છે તેનો વિરોધ કરે છે રોહિત શર્માને વન-ડે ટીમનો સુકાની બનાવવાનો તે વાત તેમને ગમી છે અગાઉથી જવત કરાઈ હોત તો અલગ હોવો જોઈએ તો ખેલાડી પોતાની રીતે પ્લાનિંગ કરી શકે અને કોઈ એક ચોક્કસ માળખામાં આગળ વધી શકે. પરંતુ આ નિર્ણય લેતા પહેલા તે ખેલાડીઓને વિશ્વાસમાં લેવા જોઈએ તે કામ બોર્ડે કર્યું નથી. બોર્ડની ની કામગીરી ટીકા કરે છે પરંતુ રોહિત શર્માની ટીકા કરતો નથી રોહિત શર્મા ને વન-ડે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે તેને ટેકો આપે છે પરંતુ તે સાથે વિરાટ કોહલી ની ભૂમિકા ને ભૂલવી જોઈએ નહીં તેને ભારત દેશ માટે જે કર્યું છે તે કોઈ પણ સારા ખેલાડી સાથે કે જુનિયર ખેલાડી સાથે પણ આ રીતનું વર્તન થવું જોઈએ નહીં કારણ કે તેની અસર બીજા ઘણા ક્રિકેટરો પર થઈ શકે છે