મહિલા દિવસે વિરાટે પોતાની ભાવના વ્યક્ત કરી : અનુષ્કા-વામીકા માટે કહી આ વાત – Gujaratmitra Daily Newspaper

Entertainment

મહિલા દિવસે વિરાટે પોતાની ભાવના વ્યક્ત કરી : અનુષ્કા-વામીકા માટે કહી આ વાત

વિરાટ કોહલી ( VIRAT KOHLI) અને અનુષ્કા શર્મા ( ANUSHAKA SHARMA) બોલીવુડ (BOLLYWOOD) અને રમતગમત ( SPORTS) ની દુનિયામાં સૌથી લોકપ્રિય અને ક્યૂટ કપલ છે. બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પીછેહઠ કરતા નથી. આજે વિમેન્સ ડે ( WOMEN’S DAY ) નિમિત્તે આખી દુનિયામાં ઉજવણી થઇ રહી છે ત્યારે આ અવસર માટે પણ વિરાટે પોતાની ભાવના વ્યક્ત કરવામાં ખાસ મહત્વ બતાવ્યું છે, અને વિરાટે પત્ની અનુષ્કા શર્મા માટે એક ખાસ પોસ્ટ લખી છે.

આ પોસ્ટમાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને એક સૌથી શક્તિશાળી મહિલા ગણાવી છે. વળી, જ્યારે પુત્રી વામિકા મોટી થાય છે ત્યારે તેના જેવી બનવાની પણ વાત કરી છે. વિરાટ કોહલીએ અનુષ્કા અને પુત્રી વામિકા ( DAUGHTER ) નો ફોટો ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર શેર કર્યો છે.

આ ફોટોને શેર કરતાં વિરાટ કોહલી લખે છે કે, બાળકનો જન્મ જોવો એ ખૂબ જ રોચક, એકદમ અવિશ્વસનીય અને ઉત્તમ અનુભવ છે જે નસીબદાર માણસને થાય છે . તે જોયા પછી, તમે સ્ત્રીઓની વાસ્તવિક તાકાત અને દૈવીતાને જાણશો, સાથે સાથે ભગવાનને તેમનામાં જીવન કેમ બનાવ્યું તે સમજી શકશો. કારણ કે તેઓ આપણા પુરુષો કરતા ઘણી વધારે શક્તિશાળી છે. ”

વિરાટ કોહલીએ વધુમાં લખ્યું છે કે, ‘મારા જીવનની સૌથી દયાળુ અને શક્તિશાળી મહિલાને અને જે મોટી થઈને તેની માતાની જેમ બનશે તેને મહિલા દિવસની શુભેચ્છા. અને વિશ્વની સર્વ મહિલાઓને પણ મહિલા દિવસની શુભેચ્છાઓ. ”

વિરાટની આ પોસ્ટ પર, ચાહકો ખુશ થઈ ગયા છે અને જોરશોરથી આ પોસ્ટને ( POST) લાઇક અને કમેંટ ( COMMENT) કરી રહ્યા છે. કેટરીના કૈફ, વાણી કપૂર, બિપાશા બાસુ, યજુવેન્દ્ર ચહલ જેવા સેલેબ્રેટીએ પણ વિરાટની પોસ્ટ પર ક્મેંટ કરી છે અને તેને પ્રેમ આપ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે વિરાટે અનુષ્કા શર્માની પ્રશંસા માટે પોસ્ટ શેર કરી હોય. વિરાટ હંમેશાં અનુષ્કા શર્માને પોતાનું જીવન વધુ સારું બનાવનાર એક સ્ત્રી કહે છે. વિરાટ કોહલીનું કહેવું છે કે અનુષ્કાએ તેને એક ઉત્તમ વ્યક્તિ બનાવ્યો છે.

અનુષ્કા શર્માએ 11 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. વામિકાનો જન્મ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) દ્વારા પુત્રીના આગમન વિશે પણ માહિતી આપી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top