Sports

દેશહિત માટે વિરાટ અને ગંભીર ખાનગી તકરાર ભુલવા તૈયાર, કોહલીએ BCCIને આપ્યુ આ વચન

નવી દિલ્હી: ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કર્યો છે. ત્યારે તેમણે સીલેક્ટર્સ સાથે મળીને શ્રીલંકા પ્રવાસ માટે ટીમની પસંદગી કરી હતી. જ્યારથી ગંભીર કોચ બન્યા છે ત્યારથી ક્રિકેટ રસિયાઓમાં સૌથી વધુ ચર્ચા એ છે કે વિરાટ કોહલી (Virat Kohli) સાથે કોચ ગૌતમ ગંભીરના સંબંધો કેવા રહેશે, કારણ કે બંને વચ્ચે ખેલાડીઓ વચ્ચે મેદાન પર ઘણી લડાઈઓ થઈ ચૂકી છે.

જણાવી દઇયે કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ગંભીરને કોચ બનાવવામાં આવ્યા હતા. તેમણે લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે મેન્ટર તરીકે ઉત્તમ કામ કર્યું હતું. ખાસ કરીને તેમણે આઈપીએલ 2024માં કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું. આ પછી તેઓ કોચ પદની રેસમાં સૌથી આગળ રહ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેથળ શ્રીલંકાના પ્રવાસે જશે. ત્યારે વિરાટ કોહલી પણ શ્રીલંકા સામેની ભારતની વનડે શ્રેણીનો ભાગ બનવા માટે સંમત થઈ ગયા છે. આ પહેલીવાર હશે જ્યારે તે ગંભીર સાથે એક જ ટીમમાં કામ કરશે. આ પહેલા બંને ટીમ ઈન્ડિયાના ખેલાડી તરીકે સાથે રમી ચૂક્યા છે.

વિરાટે બીસીસીઆઈને શું વચન આપ્યું હતું?
ગૌતમ ગંભીરના કોચપદ પર આવ્યા બાદ કોહલીએ BCCIને એક ખાસ વચન આપ્યું હતું કે તેઓ પોતાની તકરાર ભુલાવી દેશે. ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ કોહલીએ BCCIને કહ્યું છે કે તેઓ જૂની કડવી યાદોને ભૂલીને નવી શરૂઆત કરવા માટે તૈયાર છે કારણ કે આ નિર્ણય ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટના હિતમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ માનવામાં આવે છે કે કોહલીએ કહ્યું હતું કે ભૂતકાળના મુદ્દાઓ તેમના વ્યાવસાયિક સંબંધોને અસર કરશે નહીં. તેમણે આ અંગે બીસીસીઆઈના અધિકારીઓને સ્પષ્ટપણે જાણ કરી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે T20 વર્લ્ડ કપની ફાઈનલ બાદ આ મુદ્દે ચર્ચા થઈ હતી.

પહેલા વિરાટને રજા જોઇતી હતી પરંતુ હવે તેમણે રમવું પડશે
ઉલ્લેખનીય છે કે 29 જૂને ભારતની T20 વર્લ્ડ કપ જીત્યા બાદ લંડનમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહેલા કોહલીને રોહિત શર્માની સાથે શ્રીલંકા પ્રવાસ માટે ભારતની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પહેલા અહેવાલો સામે આવ્યા હતા કે કોહલી અને રોહિત આ સિરીઝમાં રમવા માંગતા નથી. તેમજ બંને ખેલાડીઓ બુમરાહ સાથે આરામ કરવા માંગે છે. દરમિયાન જ્યારથી ગૌતમ ગંભીરને ભારતના નવા મુખ્ય કોચ બનાવવાની વાત થઈ રહી છે, ત્યારથી જ વિરાટ કોહલી સાથેના તેમના કડવા સંબંધોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે. આઈપીએલમાં આવા ઘણા પ્રસંગો હતા જ્યારે બંને દિગ્ગજો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.

બંનેના સમાધાનમાં ટીમ માટે જરુરી
રોહિતની T-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T-20 કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. હવે 2026નો T20 વર્લ્ડ કપ સૂર્યાની કપ્તાનીમાં રમાશે, જેનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. જણાવી દઇયે કે 27 જુલાઈથી શરૂ થઈ રહેલો શ્રીલંકા પ્રવાસ એ ભારતના મુખ્ય કોચ તરીકે ગંભીરની પ્રથમ કામગીરી હશે. કારણ કે ગયા મહિને T20 વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો.

Most Popular

To Top