Gujarat

નિવૃત્ત નાયબ મામલતદારના ત્યાં એસીબીના દરોડા, મળી આટલા કરોડની અધધ સંપત્તિ

AHEMDABAD : રાજ્યના એન્ટિ કરપ્શન બ્યુરોએ કલોલના નિવૃત્ત મામલતદાર વિરમ દેસાઇ સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કરીને એસીબીના ઇતિહાસમાં સૌથી મોટો કેસ નોંધ્યો છે. એસીબીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસીબીના મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરતા કલોલના ઈ-ધારા કેન્દ્રના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ લીલાભાઈ દેસાઈએ તેમની ફરજ દરમિયાન ભ્રષ્ટ રીતરસમો આચરીને ઊભી કરેલી અંદાજે 30,47,05, 469ની અપ્રમાણસર મિલકત એસીબીએ શોધી કાઢી હતી.

એસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ તથા તેમના આશ્રિત પરિવારજનોના દસ્તાવેજો તેમજ બેંક ખાતાઓની ચકાસણી કરતા 30 જેટલા બેંક ખાતાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ચાર કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત બે બંગલા, ત્રણ ફ્લેટ, એક ઓફિસ, 11 દુકાનો શોધી કાઢવામાં આવી છે. તેમજ ત્રણ કરોડ રૂપિયાની કિંમતની અલગ-અલગ 11 જેટલી કાર લીધી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. ભ્રષ્ટ રીતરસમો અપનાવીને સત્તાનો દુરુપયોગ કરી અપ્રમાણસરની મિલકત મેળવીને કરોડો રૂપિયાનું રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોવાની પણ વિગતો બહાર આવી છે.

આ ઉપરાંત સ્થાવર જંગમ મિલકતોની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે નિવૃત્તિ નાયબ મામલતદાર વિરમ દેસાઇ સામે 30 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે, જે ગુજરાત એસીબીના ઇતિહાસમાં સૌથી મોટો ગુનો છે. એસીબી દ્વારા વર્ષ 2020 દરમિયાન કુલ 38 ગુનાઓ દાખલ કરીને 50.11 કરોડની અપ્રમાણસરની મિલકત શોધી કાઢવામાં આવી હતી. જ્યારે 2021ની શરૂઆતમાં જ ત્રણ ગુનાઓ દાખલ કરીને 33.25 કરોડની અપ્રમાણસર મિલકતો શોધી કાઢવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top