Charchapatra

ઇન્ડિયાનું વીઆઇપી કલ્ચર

ઇન્ડિયામાં વીઆઇપી કલ્ચરે માઝા મુકી છે. હાલી મવાલી નેતાઓ સત્તાના જોરે વીઆઇપી તરીકે મળતી સુવિધાઓના જોરે તાગડધિન્ના કરી પ્રજાના રૂપિયા ઉડાવી રહ્યા છે. જુઓ દુનિયાની મહાસત્તા કહેવાતા દેશોમાં શું હાલત છે? અમેરિકા દુનિયાનો સૌથી ધનવાન અને તાકતવર દેશ છે. જયાં માત્ર 250 વીઆઇપી વ્યકિત છે. ફ્રાન્સ પણ દુનિયાની મહત્વની સત્તા છે જયાં 109 વ્યકિતઓ વીઆઇપી છે. જેમને સરકારી સુવિધાઓ અપાય છે. જાપાનમાન 125 વ્યકિતઓ વીઆઇપી છે. રશિયામાં 312 વ્યકિતઓને વીઆઇપી સુવિધાઓ અપાય છે.

જર્મનીમાં માત્ર 145 વીઆઇપીઓ છે અને ઓસ્ટ્રેલિયામાં 205 વ્યકિતઓને જ વીઆઇપી ગણાય છે. તેના માટેના માપદંડ હોય છે જયારે ભારતમાં નબળી ગાય ઉપર બગાઇ ઝાઝી હોય તેમ અધધધ થઇ જવાય એટલા કુલ 580000 નોંધાયેલા વીઆઇપીઓ છે. જેઓ પ્રજાના રૂપિયે પરિવાર સાથે જલસા કરે છે. એમને મફત રહેઠાણ, મફત સુરક્ષા, મફત વિજળી, પાણી, ગેસ, મફત હવાઇ અને રેલવે યાત્રા 50 લાખ સુધીની ઉચ્ચ સારવાર પુરા પરિવારને, બાળકોને મફત શિક્ષણ પુરા પડાય છે. મફત ટેલીફોન સુવિધા મળે છે. આ બધા પાછળ સરકાર પ્રતિ વર્ષ અંદાજે પાંચ લાખ કરોડ રૂા. ઉડાવે છે. જયારે દેશની 70ટકા જનતા બે ટાઇમના ભોજન માટે ફાંફાં મારે છે. આ વીઆઇપી કલ્ચર તત્કાળ તંધ કરવું જરૂરી છે.
સુરત              – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શહેરમાં વસ્તીના પ્રમાણમાં સ્મશાનગૃહ ઓછાં છે
ખાસ કરીને શહેરથી વસ્તીનું પ્રમાણ પૂર્વ બાજુ વધુ પ્રમાણમાં તેમાં એક જાણીતું સ્મશાનગૃહ અશ્વનીકુમારને પુરાતન માન્યતાના હિસાબે અંતિમ સ્થાનનું પવિત્ર સ્થાન ગણાય છે. તેવી રીતે પશ્ચિમ બાજુ જોઇએ તો રામનાથ ઘેલા તથા જહાંગિરપુરા (મોટાના આશ્રમ પાસે) પવિત્ર સ્થાન ગણાય છે. બાકી છુટાછવાયા હશે પણ ઉપરોકત જાણીતાં છે. સ્મશાનગૃહની તકલીફ વિશે જોઇએ તો તમારે ત્યાં ઠાઠડી લેવા જવાનું હોય છે.

તદુપરાંત ઘણી વાર ગેસની ભઠ્ઠી બંધ અવસ્થામાં કે અંદર રીપેરીંગમાં હોય છે. મરણનોંધની ક્રિયા બહુ લાંબી પ્રક્રિયા પાર કરવી પડે છે. સમય વધારે પસાર થાય છે. જુનાં શહેરીજનો આવી કોઇ પ્રક્રિયાથી ટેવાયેલાં ન હોવાથી તેમને તકલીફ પડે છે. તેના ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકાથી લાગતાં વળગતાં માનાથી કમિટિ અચાનક સ્મશાન ગૃહની મુલાકાત લઇ લોકોની શું તકલીફ છે તેની જાણકારી લઇ લોકોને સારી સુવિધા મળે તેવાં સૂચનો કરવાં જોઈએ.
સુરત     – મહેશ આઇ. ડોકટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top