ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે આગામી દિવસો સારા રહેવાના નથી. ખરેખર, સરકારે ટ્રાફિક નિયમોને વધુ કડક બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ઇલેક્ટ્રોનિક રીતે નોંધવામાં આવશે. તેનું ચલણ માત્ર 15 દિવસમાં જ આપવામાં આવશે.
રાજ્યોમાં ટ્રાફિક અમલીકરણ એજન્સીઓ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઈ-ચલણ મોકલશે.હવે, ટ્રાફિક પોલીસ નિયમના ભંગ બદલ વાહનના માલિકને માત્ર ફોટો લઈને નહીં મોકલી શકે. હવે, ચલણ માટે ફૂટેજ એટલે કે રેકોર્ડિંગ ફરજિયાત રીતે કરવું પડશે. જેને કૉર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. હાલમાં, ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોની ઘણી શ્રેણીઓના ઉલ્લંઘન માટે કેમેરામાંથી ફોટો લઈને ચલણ મોકલે છે. જેમાં ઘણી વખત ટ્રાફિકના નિયમો તોડતા વાહનોના માલિક પોલીસને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરે છે.
બસ એન્ડ કાર ઑપરેટર્સ કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયા (સીએમવીઆર)ના ચેરમેન ગુરમીત સિંહ તનેજાનું કહેવું છે કે, માર્ગ પરિવહન મંત્રાલયનો આ નિર્ણય ખૂબ જ અસરકારક રહેશે. તેનાથી પોલીસ અને કૉર્ટ બંનેનો સમય બચશે.આ ઉપરાંત, રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીઓએ સુધારેલા મોટર વાહન અધિનિયમ હેઠળ માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સૂચિત નવા ધોરણો અનુસાર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને રેકોર્ડ કરવા અને જાહેર જનતાને જાણ કરવા માટે સીસીટીવી કેમેરા, સ્પીડ ડિટેક્શન કેમેરા વગેરે સ્થાપિત કરવા પડશે.
આ અંગે રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, દસ લાખથી વધુ વસ્તી ધરાવતા મુખ્ય શહેરોમાં તમામ રાજ્ય ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અન્ય મહત્વના સ્થળોએ યોગ્ય ચેતવણીના સંકેતો સ્પષ્ટ રીતે મૂકવામાં આવે.મંત્રાલયે કહ્યું કે, મોટર વ્હીકલ એક્ટમાં સુધારાનો હેતુ દેશભરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની સંખ્યા ઘટાડવાનો અને ટ્રાફિક નિયમોના અમલીકરણમાં પારદર્શિતા લાવવાનો છે. નોટિફિકેશનમાં લગભગ 132 શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ 19 શહેરો સાથે મહારાષ્ટ્ર ટોચ પર છે. ત્યારબાદ, ઉત્તર પ્રદેશના 17 અને આંધ્ર પ્રદેશના 13 શહેરો છે.
સરકારે કહ્યું છે કે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં સ્પીડ કેમેરા, ક્લોઝ-સર્કિટ ટેલિવિઝન કેમેરા, સ્પીડ ગન, બોડી વિયરેબલ કેમેરા, ડેશબોર્ડ કેમેરા, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (એએનપીઆર), વેઇ-ઇન મશીનો (ડબલ્યુઆઇએમ) વગેરેનો સમાવેશ થાય છે.
હાલમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોમાં ઇ-ચલણ સિસ્ટમ પહેલેથી અમલમાં છે.
આ શહેરોમાં ડિજિટલ ઉપકરણો લાગશે
-ગુજરાતમાં સુરત, અમદાવાદ સહિત 4 શહેરો-ઉત્તર પ્રદેશમાં કાનપુર, લખનૌ, -ગાઝિયાબાદ, વારાણસી સહિત 17 શહેરો-મધ્ય પ્રદેશમાં ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન સહિત 7 શહેરો-રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, કોટા સહિત 5 શહેરો-મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, કોલ્હાપુર, નાગપુર સહિત 19 શહેરો-ઝારખંડમાં રાંચી, જમશેદપુર સહિત 3 શહેરો-બિહારમાં પટના, ગયા સહિત 3 શહેરો તેમજ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, ઓરિસ્સા, મેઘાલય, નાગાલેન્ડ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિતના કુલ 132 શહેરો
આ પ્રકારના ટ્રાફિક નિયમો તોડવા માટે રેકોર્ડિંગ ફરજિયાત
-વધુ ઝડપ-ખોટી જગ્યાએ કાર પાર્કિંગ-ડ્રાઇવર અથવા પાછળની સીટ પર સવાર દ્વારા નિયમોનું ઉલ્લંઘન-હેલ્મેટ ન પહેરવું-રેડ સિગ્નલમાં વાહન ચલાવવું -ડ્રાઈવ કરતાં મોબાઈલનો ઉપયોગ -ઓવરલોડિંગ-સીટ બેલ્ટ નહીં લગાવવો-માલના વહન કરતાં વાહનમાં સવારી -નંબર પ્લેટ ખામીયુક્ત અથવા છુપાયેલી હોવી-વાહનમાં વધુ ઊંચાઈ સુધી માલ ભરવ