ગ સ્ટાર્સની હાજરી બોક્સ ઓફિસ પર ચમક લાવી દે છે. જો કોઇ ફિલ્મ ખૂબ સફળ જાય તો ફક્ત તેને જ લાભ થતો નથી બલ્કે એ સફળતાના ધક્કે બીજી ફિલ્મ પ્રત્યે પણ પ્રેક્ષકો ઉત્સાહી બને છે તેથી આખી ઇન્ડસ્ટ્રીમાં ઉત્સાહ ફરી મળે છે. 2024નો આ આઠમો મહિનો છે અને એવી કોઇ ફિલ્મ નથી આવી જેણે બોક્સ ઓફિસ પર સનસની મચાવી હોય. કલ્કીની વાત થઇ પણ તે મોટી સફળ ફિલ્મ નથી અને મુંઝ્યા જેવી ફિલ્મ દેખાતી હતી. કિલની ચર્ચા થઇ પણ ચાલી નહીં. સો વાતની એક વાત કે આ આઠ મહિનામા એવી એક પણ ફિલ્મ નથી આવી જે સ્ટાર એટ્રેક્શનને કારણે ચાલી હોય. ગમે તે કહો પણ આજેય થિયેટરોમા જે સ્ટાર્સની પ્રતિક્ષા થાય છે તે ખાનત્રિપુટી છે. હવે તે બધા જ 50ની પાર થયા છે તો પણ તેના વિકલ્પે કોઇનો ઉદય થયો નથી. શાહરૂખ તો ગયા વર્ષે ડંકી, જવાન, અને પઠાણથી બોક્સ ઓફિસ પર છવાયો હતો અને હવે નવી ફિલ્મમાં વ્યસ્ત થયો છે. આમીર પણ એવી જ રીતે વ્યસ્ત છે. સલમાનની છેલ્લે ટાઇગર 3 અને કિસી કા ભાઇ કીસી કી જાન રજૂ થયેલી. જોકે તેને સલમાનની મોટી સફળ ફિલ્મોમા નહીં ગણી શકાય. એવા સંજોગોમાં તે ફરી બોક્સ ઓફિસ પર ચમક લાવે તેવી અપેક્ષા રખાય છે. સલમાન છેલ્લા ઘણા વર્ષથી સ્ટ્રગલ કરતો હોય એવું જણાય છે ચાહે ભારત હોય, રાધે હોય. આમાની કોઇ ફિલ્મ તેની સ્ટાર તરીકેની ઇમેજ મુજબ ચાલી નથી. આ કારણે જ કદાચ તેણે પ્રોડક્શનમાંથી પણ હાથ ખેંચી લીધો છે. છેલ્લે 2019મા આવેલી દબંગ-3નો નિર્માતા તે હતો. તે શું તેના ભાઈઓ પણ નિર્માતા કે દિગ્દર્શક તરીકે ધીમા પડી ગયા છે. અરે, સલમાન નિર્મીત ધ કપિલ શોમાં પણ હમણાં તો બંધ છે. તો સલમાન કરે છે શું. જો કોઇ તેની ફિલ્મની રાહ જોતો હોય તો આ વર્ષે ન જુએ. અલબત બેબી જ્હોન નામની ફિલ્મ 25મી ડિસેમ્બરે રજૂ થવાની શક્યતા છે પણ તેમાં તો તેની નાની ભૂમિકા છે. પણ હા, એ.આર. મુરુગાદોસના દિગ્દર્શનમા તે સિકંદર બનીને આવવાનો છે. હવે તે નવી જોડી પણ બનાવી રહ્યો છે એટલે કેટરીના યા જેકલીન યા દિશા પટની વગેરેની જગ્યાએ રશ્મિકા મંદાના સાથે આવશે. એટલી સાથે પણ કિંગમા આવશે પણ તેમા રજનીકાંત એસ.જે. સૂર્યાહ સાથે દાવ લગાડાયો છે. પણ ધ બુલ કદાચ તમે વધારે તક આપશે. તેમાં તેની સાથે ત્રિશા ક્રિષ્નન છે. અન્ય એક ફિલ્મ ધ રુટ્સ કરવા ધારે છે પણ તેના ઠેકાણા નથી અને આમ તો સુરત બડજાત્યા સાથેની પ્રેમ કી શાદીનાં ય ક્યાં ઠેકાણા છે. સુરત બડજાત્યા જો કે પોતાની બનતી ફિલ્મ વિશે બહુ પ્રચાર નથી કરતા છતાં પ્રેમ કી શાદી સલમાનની શાદીની જેમ જ ક્યારે થશે તે કહેવાય તેમ નથી. સલમાન હમ આપકે હૈ કૌન જેવી રોમેન્ટીક ફિલ્મની સફળતા પોતાની સાથે વર્ષો લઇને ચાલ્યો છે. સલમાન હવે તેવી યા હમ દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મ આપી શકે નહી તે ખબર નથી પણ તેની ઉંમરના 58મા વર્ષે પણ તેની પાસે એવી અપેક્ષા રખાય છે. •
વિના સલમાન બૉક્સ ઑફિસ પરેશાન
By
Posted on