મુંબઈ : વિજય દેવરાકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે (Ananya Pandey) અભિનીત પાન ઈન્ડિયા ફિલ્મ ‘લાઇગર’ (liger) આજે સિનેમાઘરોમાં (Cinemas) આવી ગઈ છે. પુરી જગન્નાથ (Puri Jagannath)દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ (Box office) પર ધૂમ મચાવશે, પરંતુ એવું થતું દેખાતું નથી. ફિલ્મને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, તો હવે તે પાઈરેસીનો પણ શિકાર બની છે. આખી ફિલ્મ પહેલા જ દિવસે ઓનલાઈન લીક (Leak online) થઈ ગઈ છે.
ફિલ્મ પ્રથમ શોના થોડા કલાકો પછી ઓનલાઈન લીક
અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મ પ્રથમ શોના થોડા કલાકો પછી ઓનલાઈન લીક થઈ ગઈ હતી. ફિલ્મ તમિલ રોકર્સ, મૂવી રૂલ્સ અને અન્ય પાઈરેસી સાઇટ્સ પરથી આડેધડ ડાઉનલોડ કરવામાં આવી રહી છે. ફિલ્મ લીક થયા બાદ ફિલ્મના મેકર્સને મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે આ ફિલ્મ લીક થવાને કારણે બોક્સ ઓફિસ પર તેના આંકડાઓ પર પણ અસર થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે ‘લિગર’ પહેલા ‘લાલ સિંહ ચઢ્ઢા’, ‘શમશેરા’ અને ‘રક્ષા બંધન’ પણ પાયરસીનો શિકાર બની ચૂકી છે અને તેમનું બોક્સ ઓફિસ પરફોર્મન્સ નિરાશાજનક હતું.
‘Liger’ના સ્ટારકાસ્ટે પ્રમોશન માટે અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી
અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડાએ ‘Liger’ના પ્રમોશન માટે અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. પરંતુ પ્રમોશન દરમિયાન લોકોમાં જે ક્રેઝ જોવા મળ્યો હતો તે થિયેટરમાં ઓછો જોવા મળે છે. આવી સ્થિતિમાં ઓટીટી પર ફિલ્મ રિલીઝ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફિલ્મ રિલીઝ કરવા માટે ડીલ કરવામાં આવી છે. પરંતુ તેને આવતા થોડો સમય લાગશે. થિયેટરોમાં રિલીઝ થયાના આઠ અઠવાડિયા પછી જ આ ફિલ્મ OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિજય દેવરાકોંડાએ ‘લિગર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે, જ્યારે અનન્યા પાંડેએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. બંને પોતાની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મની વાર્તા એક સ્ટ્રીટ ફાઇટરની છે, જેનું પાત્ર વિજય દેવરાકોંડાએ નિભાવ્યું છે. તે જ સમયે, અનન્યા પાંડેએ વિજયની લેડી લવની ભૂમિકા ભજવી હતી. આ સિવાય માઈક ટાયસને પણ ફિલ્મમાં કેમિયો કર્યો છે.