સુરત: વિઘ્નહર્તા દેવ (Vighnaharta Dev) ગણેશજીના (Ganesha) આગમનની તૈયારીઓ હવે શરૂ થઇ ગઈ છે. શું આપને ખબર છે,બાપ્પાની જે મૂર્તિઓ બને છે તેનાથી પહેલા સ્કેચ (Sketch) તૈયાર થતો હોઈ છે. મૂર્તિઓની થીમ જાણી લીધા બાદ તેના આબેહૂબ પેન્સિલ (Pencil) વડે સ્કેચ તૈયાર કરતા સુરતના કલાકરના (Artist From Surat) સ્કેચની ડિમાન્ડ માત્ર સુરતમાં જ નહિ, પરંતુ દક્ષિણ ગુજરાત (South Gujarat) ઉપરાંત છેક મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ થઈ રહી છે.
પેન્સિલ ડ્રોઈંગ આર્ટિસ્ટ અંકિત છેલ્લા 10 વર્ષથી સ્કેચ બનાવે છે
સુરતના રાંદેર ખાતેની વાંકલ શેરીમાં રહેતા અંકિત સેલર છેલ્લા 10 વર્ષથી પેન્સિલ વડે સ્કેચ તૈયાર કરે છે. અત્યાર સુધી તેને 450 જેટલા સ્કેચ તૈયાર કર્યા છે. અંકિતનું કહેવું છે કે, હવે ટ્રેન્ડ બદલાતા છેલ્લા કેટલાય વર્ષોથી પહેલા સ્કેચ તૈયાર કરાય છે અને પછી મૂર્તિઓ. હવે થીમ ઉપર મૂર્તિઓ તૈયાર કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. શરૂઆતમાં અંકિત સેલર સુરતના કેટલાક ગણપતિના મંડળો સાથે સંકડાયેલો હતો. તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેને ધીરે-ધીરે તેને મૂર્તિઓના સ્કેચ બનવવાનું તૈયાર કર્યું હતું. આયોજકોને તેની કળા અને કામ બન્ને પસંદ આવી જતા તેને સ્કેચ બાનાવાના ઑર્ડરો મળવા લાગ્યા હતા હાલ તેઓ 450 થી અધિક ગણપતિના સ્કેચો બનાવી ચુક્યા છે.
મહારાષ્ટ્રના ગણેશ મંડળો પણ અંકિત પાસે સ્કેચ બનાવડાવે છે.
મુંબઈના મહારાષ્ટ્રમાં ચેમ્બુરના ગણેશ મંડળ ઉપરાંત લાલબાગના કાલાચોકી અને પુનેના પણ કેટલાક ગણેશ મંડળો અંકિત સેલરની કાલાના કદરદાન છે. તેઓ અંકિતને ખાસ તેમની મૂર્તિના સ્કેચ તૈયાર કરવા માટે મહારાષ્ટ્ર બોલાવે છે. આ ઉપરાંત સુરત શહેરના ગણેશ મંડળો સાથે પણ કામ કરે જ છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ અને બારડોલી જેવા શહેરના ગણેશ આયોજકો ગણપતિની મૂર્તિ બનાવતા પહેલા તેનો સંપર્ક કરીને સ્કેચ તૈયાર કરાવે છે.
કળા ગોડ ગિફ્ટેડ હોવાનું કહી શકાય
અંકિતના પરિવારમાં કોઈ પણ કળા અને તેનો વારસો મળ્યો જ નથી તેના પિતા પણ રિક્ષા ચાલાક છે. પરંતુ અંકિતને સ્કેચ અને આર્ટ બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે તે શરૂઆતમાં ગણેશ મંડળો સાથે જોડાયો હતો અને મૂર્તિઓ અને થીમ જોઈને તેને વર્ષ 2012માં સ્કેચ બનવવાનું શરુ કર્યું હતું અને છેલ્લા 10 વર્ષથી તેઓ કુલ 450 થી પણ વધુ સ્કેચ બનાવી ચુક્યો છે. ગત વર્ષે કોરોના કાળ બાદ સ્થિતિ સામાન્ય બની હતી ત્યારે વર્ષ 2021 માં તેના ચિત્રો (સ્કેચ)ની પ્રદર્શની પણ લગાવવામાં આવી હતી જ્યાં કાલાના ચાહકોએ તેની કળાને નિહાળી હતી.
ફિલ્મી થીમ બેઝના ગણપતિ નહિ સ્થાપવાની અપીલ
સુરત શહેરમાં થીમ બેઝ ઉપર ગણપતિની સ્થાપના થતી હોઈ છે. શહેરમાં અલગ-અલગ મંડળ થીમ ઉપર આધારિત તેના કોન્સેપટ તૈયાર કરવાએ છે જે શોભે પણ છે. જોકે આ બધાની વચ્ચે કેટલાક આયોજકો ફિલ્મી થીમ ઉપર બાપ્પાની મૂર્તિઓ બનાવતા હોઈ છે. અંકિતે નામ ના આપવાની શરતે કહ્યું હતું કે, વરાછાના એક ગણેશ મંડળે સાઉથની થીમ બેઝ ‘પુષ્પા’ ના લુક ઉપર બાપ્પાની મૂર્તિ તૈયાર કરી હતી પણ તેમના ગ્રુપને આ વાતની જાણ થતા તેઓએ વિરોધ કરીને આયોજકોને ગણેશ જીનું અપમાન થાય અને તહેવારની ગરીમા જળવાઈ તેવી અપીલ કરી આયોજકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.