Charchapatra

વિધર્મી – શબ્દકોશમાં કે કૌંસમાં?

છેલ્લા કેટલાક વર્ષોથી પ્રચલિત શબ્દ ‘વિધર્મી’ કે જેની પરિભાષા સમજવી મુશ્કેલ છે. જેનો સામાન્ય અર્થ સમજીએ તો કોઈ ધર્મના વિરોધી ધર્મસંપ્રદાયનું અથવા પરધર્મી. ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ ‘અ’ સંપ્રદાયની દ્રષ્ટિએ ‘બ’ સંપ્રદાય વિધર્મી અથવા ‘બ’ સંપ્રદાય ની દ્રષ્ટિએ ‘અ’ સંપ્રદાય વિધર્મી બને. પરંતુ શબ્દકોશમાં આ શબ્દ માત્રને માત્ર કોઈ એક સંપ્રદાય માટે કૌંસમાં મૂકી દેવાયો છે. અને એ કૌંસમાં બીજા કોઈ વિકલ્પ નથી. કોઈ એક સંપ્રદાય માટે આ શબ્દના ઉપયોગની યથાર્થતા કેટલી? અને સૌથી મોટો પ્રશ્ન તો એ કે વૈવિધ્યસભર વારસો ધરાવતા બિનસાંપ્રદાયિક દેશમાં આ શબ્દને સ્થાન કેટલું?
બંધારણના આમુખમાં સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વની વાત કરવામાં આવી છે. તો સ્વચ્છંદતા, અસમાનતા અને અંધત્વની વાત શા માટે? જે શબ્દ આમુખમાં ન શોભે એ સાચા ભારતીયના મુખમાં શોભે?
વેસ્મા, નવસારી – શાહીદ જી. કુરેશી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top