મેલબોર્ન: ફેન્સ હંમેશા તેમના સ્ટાર્સના દિવાના હોય છે. આવું જ કંઈક ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું (Virat Kohli) છે. કોહલી જ્યાં પણ દેખાય છે, ફેન્સ તેને ઘેરી લે છે. ફોટા, સેલ્ફી અને વિડિયો બનાવવા પડાપડી કરે છે, પરંતુ આ વખતે તો હદ થઈ ગઈ છે. મિશન T20 વર્લ્ડ કપ 2022 (T20 Wold Cup 2022) માટે ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરી રહેલા વિરાટ કોહલી તેના ફેન્સની હરકતથી હેરાન થઈ ગયો હતો. નેટ પ્રેક્ટિસ દરમિયાન ફેન્સ પહોંચી ગયા હતા અને કોહલી પર કોમેન્ટ કરવા લાગ્યા હતા. આ બધી બાબતોથી કોહલીને ઘણી તકલીફ થઈ અને તે ગુસ્સે થઈ ગયો હતો.
જો કે, વિરાટ કોહલીએ પોતાનું મગજ શાંત રાખ્યુ હતું અને ફેન્સને અવાજ ન કરવા વિનંતી કરી હતી. ફેન્સ તરત જ માની ગયા હતા અને જ્યારે કોહલી રિલેક્સ મૂડમાં હશે ત્યારે તેમને ચિયર કરીશું તેવો વળતો જવાબ આપ્યો હતો. એટલે કે એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે ફેન્સ કોહલીથી નારાજ નથી અને તેઓ સમજી ગયા કે કોહલી મુશ્કેલીમાં છે. આ આખી વાત કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
During the practice Virat Kohli calmly said something like this to the fans .@imVkohli 👑 pic.twitter.com/3X5LnNTQsV
— Hemant Singh (@Hemant18327) October 20, 2022