સુરત : મોટા વરાછા (Mota Varacha) ABC સર્કલ નજીક નાણાંની ઉઘરાણી કરવા ઘાતકી સાધનો સાથે આવેલા તત્વો પૈકી એક ને લોકોએ કપડા ફાડી જાહેરમાં દ્વારા ઢોરની જેમ કટકારી અધમુવો કરી દીધો હોવાનો વિડીયો (Video) વાઇરલ થયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું મેં પાંચ ઈસમો આવ્યા હતા. જેમાંથી 4 જણા લોકોને ભેગા થતા જોઈ ભાગી ગયા. હતા. લોકોના ગુસ્સાનો ભોગ બનેલા યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઉતરાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
