World

Video: પતિએ પત્નીને ટેરેસ પરથી ઉઠાવીને નીચે ફેંકી દીધી, કારણકે ચિકનમાં મસાલો ઓછો હતો..

પાકિસ્તાનમાં (Pakistan) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો (Video) વાયરલ થયા બાદ લોકો વિચારમાં પડી ગયા છે કે શું પતિ આટલો ક્રૂર હોઈ શકે? પતિએ ભોજનમાં મસાલો ઓછો હોવાના કારણે પત્ની સાથે આવો ક્રૂર વ્યવહાર કર્યો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. નીચે પડતાં જ મહિલા ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી.

ભોજનમાં મસાલો ઓછો હોવાને કારણે કોઈ પુરુષે તેની પત્નીને છત પરથી ઉપાડીને નીચે ફેંકી દે એવી ઘટના ખરેખર તિરસ્કારને પાત્ર છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્નીને છત પરથી નીચે ફેંકી દે છે કારણ કે તેની પત્ની ચિકનમાં મરચું ઉમેરવાનું ભૂલી ગઈ હતી. આ ઘટના પાકિસ્તાનના લાહોર શહેરમાં સ્થિત નોનેરિયન ચોકની છે. અહીં શાલીમાર રોડ પાસે રહેતી મરિયમને તેના પતિએ જ આ કારણોસર ટેરેસ પરથી ફેંકી દીધી હતી કારણ કે ચિકન ફીકું બન્યું હતું. જેમાં મરચાનું પ્રમાણ ઓછું હતું.

આ ભયાનક ઘટના બાદ ત્યાં હાજર લોકોએ તાત્કાલિક મહિલાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી. હાલ મહિલાની હાલત નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે. મહિલાનું નામ મરિયમ છે. મરિયમના પગમાં ગંભીર ઈજા થઈ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તે છત પરથી પડે છે ત્યારે તેના પગ જમીન સાથે અથડાય છે. આ દરમિયાન તે ઉઠી પણ શકતી ન હતી. તેને ખૂબજ દુખાવો થાય છે અને તે મદદ માટે ચિલ્લાઈ રહી છે. પાછળથી આસપાસના લોકો આવીને તેની મદદ કરે છે.

પોલીસે કેસ નોંધ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે FIR નોંધી છે. એટલું જ નહીં મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય અધિકારીઓએ મહિલાની સાસુ અને તેના દેવર સામે પણ કેસ નોંધ્યો છે. સાસુનું નામ શાઝિયા અને દેવરનું નામ રોમાન હોવાનું કહેવાય છે.

Most Popular

To Top