સુરત: હાલમાં લિંબાયત-પાંડેસરામાં રાજકીય ગેંગવોર તેના વરવા સ્વરૂપમાં છે. તેમાં વધુ એક રિવોલ્વરવાળો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ભાજપના કાર્યકર સુજીત ઉપાધ્યાયનો છે. દરમિયાન જે રીતે ઉમેશ તિવારીનો વિડીયો વાયરલ કરાયો એ જ રીતે હવે રિવોલ્વર સાથે સુજીત ઉપાધ્યાયનો વિડીયો વાયરલ કરાયો છે.
સુજીતના ભાઈ શિક્ષણ સમિતિમાં હોદ્દેદાર છે. જ્યારે સુજીત પણ આગેવાન છે. હાલમાં જે રીતે રાજકીય પાર્ટીઓમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે એ બાદ ભોજપુરીમાં રિવોલ્વર સાથે ગીતો ગાતા સુજીત ઉપાધ્યાયે શહેરમાં કાયદો અને વ્યવસ્થા મામલે ગંભીર પ્રશ્ન ઊભો કરી દીધો છે. આ તમામમાં પોલીસ એક તરફ રાજકીય નેતાઓના ચમચાઓને બચાવી રહી છે. ત્યારે વધુ એક નેતાના ભાઇ વિવાદમાં આવતાં પોલીસ માટે માથાનો દુખાવો ઊભો થયો છે.
હવે બદલાપુરની શરૂઆત
અગાઉ અમીત રાજપૂત એ બાદ ઉમેશ તિવારી અને હવે સુરજીત ઉપાધ્યાયનો રિવોલ્વર સાથે વિડીયો વાયરલ થયો છે. જેને કારણે ખાસ કરીને મહારાષ્ટ્ર તળના લોકોમાં મોટો વિવાદ ઊભો થયો છે. દરમિયાન હાલ રાજકીય માહોલ એટલો ખરડાયો છે કે સરવાળે સુરજીત પણ પોલીસદાદાઓ સાથે કેક કાપી બર્થ ડે ઊજવી રહ્યો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા રાજકીય માફિયાઓના ચમચાઓના હાથમાં આવી ગઇ છે. હવે સુરજીતનો મામલો વાયરલ થતા જ પોલીસ હવે શું કરે છે એ જોવાનું રસપ્રદ છે.