વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થી અગ્રણી અને પ્રોફેસર બાખડયા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જોકે ડીને મધ્યસ્થી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. એમએસ યુનિવર્સિટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી નેતા અને પ્રોફેસર તથા ક્લાર્ક સાથે મામલો હતો જો કે ડીને મધ્યસ્થી કરાવી મામલો થાળે પાડ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી નેતાઓ નવા પ્રવેશ કરવા આવતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ઊભા રહેતા હોય છે.ત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે પણ દેખાદેખીના ઘર્ષણ થતા હોય છે.ત્યારે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ ખાતે પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હતી.આ દરમિયાન એબીવીપીના વિદ્યાર્થી નેતા હર્ષિલ રબારીની કોમર્સ ફેકલ્ટીના અધ્યાપક તેમજ સ્ટાફ સાથે માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જોકે અંતે કોમર્સ ડી ને મધ્યસ્થી કરતા મામલો થાડે પડ્યો હતો.