વડોદરા: વડોદરા (Vadodara) શહેરના વર્લ્ડ ફેમસ ગરબાના (Garba) ગ્રાઉન્ડની (Ground) ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે. ત્યારે વડોદરા સંસ્કારી નગરીને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના ફેમસ ગરબા ગ્રાઉન્ડમાં માતાજીના ગરબા રમતા-રમતા એક યુવતી ઈ-સિગારેટનો (e-cigarette) ધુમા઼ડો કાઢતી હોય તેવો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. તેમજ તેની પાછળ રહેલા એક યુવાનના હાથમાં ઈ સિગારેટ જોવા મળી રહી છે.
વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં યુવતી અને તેનો મિત્રો ઈ સિગારેટ ફૂંકતા જોવા મળ્યા હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મૂકનારનું કહેવું છે કે આ યુવતી વડોદરાની જ છે અને અમે તેનું નામ જાહેર કરવા નથી માંગતા. પરંતુ આવી હરકતો ગરબાના ગ્રાઉન્ડ પર ચલાવી ન લેવાય તેથી એનો વિરોધ કરી આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.
ભક્તોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતો વીડિયો વાયરલ
માતાજીના ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રીના પર્વમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. માતાજીના ગરબામાં યુવતી ઈ સિગારેટના ધુમાડા કાઢતી જોવા મળી રહ્યા છે. તેમજ તેની પાછળ ગરબા રમી રહેલા એક યુવાનના હાથમાં ઈ સિગારેટ પણ જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ ગરબાને બદનામ કરવાનું ષડયંત્ર હોવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
She ટીમ મેદાનમાં ઉતરી કાર્યવાહી કરશે
ધાર્મિક ભાવના સાથે જોડાયેલા પવિત્ર પર્વમાં આવા ચેનચાળા કરતા યુવક-યુવતીઓ પર્વના બદનામ કરી રહ્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. તેમજ આ મામલે પોલીસ કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે. આ કિસ્સો સામે આવતા જ પોલીસે SHE ટીમને મેદાનમાં ઉતારી છે. તમને જણાવી દઈએ કે હવેથી આવાં તત્તવો સામે શી ટીમ પણ કાર્યવાહી કરવાની છે.
વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે કહ્યું કે ગરબાના ગ્રાઉન્ડ પરથી આવો વીડિયો વાઇરલ થયો હોય તો તે ખોટું છે. સાદા વેશમાં ફરતી શી ટીમને સૂચના આપીશું. હવે તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે. તેમજ આ અંગે યુનાઇટેડ વેના આયોજક હેમંતશાહે જણાવ્યું હતું કે અમે સિક્યોરિટીને સૂચના આપીશું. આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢે. આવા લોકો મળશે તો કાર્યવાહી થશે.