સુરત: અમરોલીમાં એક યુવતીની ગોપનીયતા ભંગ થવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.ગેલેક્સી હોટેલમાં વ્યક્તિગત પળોમાં બનાવવામાં આવેલ છુપો વીડિયો તેણીના જાણીતાઓ, પરિવારજનો અને સ્કૂલ મિત્રો સુધી મોકલાતા યુવતી માનસિક તણાવમાં આવી ગઈ.બનાવ અંગે સાયબર ગુનાનો પ્રકાર બનતા અમરોલી પોલીસે મામલો ગંભીરતાથી લઈને IT એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
- હોટલમાં અંગતપળો માણતી યુવતી ગુપ્તરીતે વીડિયો ઉતારી લીધો
- વીડિયો યુવતીના મિત્રો, ભાઇ, પિતા અને સ્કૂલના પરીચિતોના ગ્રુપમાં મૂકી દીધો
- અમરોલીની ગેલેક્સી હોટલમાં ઉતારાયેલા આ વીડિયોને ફરતો કરનાર ‘_queen_9814’ નામની આઇડીની તપાસ શરુ થઇ
અમરોલી છાપરાભાઠા રોડ પર રહેતી 20 વર્ષીય કાજલ (નામ બદલ્યું છે) તારીખ 24 નવેમ્બર 2025ના રોજ તે તેના મિત્ર સાથે અમરોલી ક્રોસ રોડ ત્રણ રસ્તા નજીક આવેલ ક્રોસ રોડ શોપિંગ સેન્ટરમાં સ્થિત ગેલેક્સી હોટેલમાં ગઇ હતી. અહીં બંનેએ અંગત પળો માણી હતી. જો કે, તે સમયે કોઇ વ્યક્તિએ તેમનો આ વીડિયો ગુપ્ત રીતે ઉતારી લીધો હતો અને ‘_queen_9814’ નામની આઇડીથી ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધો હતો.
આ આઈડી પર યુવતીના મિત્ર, તેના ભાઈ, પિતા તથા સ્કૂલના પરિચિતો પણ જોડાયેલા હતા. આ વીડિયો ફરતો થતાં યુવતી અને તેના પરિવારને મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. બનાવની ગંભીરતા સમજતા કાજલે તરત જ અમરોલી પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી સાયબર સેલની મદદ લઈને ઇન્સ્ટાગ્રામ આઈડી, IP ડીટેઈલ્સ અને ટેક્નિકલ તપાસ પણ શરૂ કરી છે.