Gujarat

ફરીથી અમદાવાદ સિવિલમાં એક સાથે 26 એમ્બ્યૂલન્સનો વીડિયો વાયરલ

અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં ( CIVIL CAMPUS ) એક સામટી 26 જેટલી એમ્બ્યુલન્સ વાન ( AMBULANCE VAN ) નો લાઈનમાં ઊભી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે અમદાવાદ સિવિલમાં હવે કોરોનાના ( CORONA ) દર્દીઓને દાખલ કરવામાં પણ વેઈટીંગ ચાલી રહયુ છે.સોશ્યલ મીડિયામાં આ 26 એમ્બ્યુલન્સ વાનનો વીડિયો વાયરલ ( VIDEO VIRAL ) થયો છે. આના પહેલા પણ એક વીડિયો વાયેરલ થયો હતો, જેની નોંધ ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે પણ લીધી હતી. આજે ફરીથી આવો બીજો વીડિયો વાયરલ થયો છે, જેમાં 25થી 26 108 એમ્બ્યુલન્સ વાન સિવિલ કેમ્પસમાં લાઈનમાં ઊભેલી જોવા મળી રહી છે. એમ્બ્યુલન્સ વાનમાં કોરોનાના દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.


કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે નિયત પ્રક્રિયા અનુસરવી જ પડે છે. એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય તેમ આજે સિવિલ સુપ્રિન્ટેડન્ટ ડૉ.જે.વી.મોદીએ કહ્યું હતું. બીજી બાજુ સિવિલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રજનીશ પટેલે કહ્યું હતું કે, એમ્બ્યુલન્સની લાઇન અને સિવિલ હોસ્પિટલની કાર્યક્ષમતા વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઇ સંબંધ નથી. ડૉ મોદીએ કહયું હતું કે, સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સિઝમાં રહેલા ઘણાં દર્દીઓ ટ્રાયેજ – દર્દીઓની સંખ્યા વધારે હોય ત્યારે સારવારનો ક્રમ નિર્ધારિત કરવા માટે દર્દી કે રોગની ગંભીરતા અથવા અનિવાર્યતા નક્કી કરવી તેમાં હોય છે, તેમને હાઇ ઓક્સિજનની જરૂર હોય છે.

આવા દર્દીઓને સીધેસીધા સાદા બેડ પર લઇ શકાતા નથી, એવું કરવું એ દર્દીને મોતના મુખમાં ધકેલવા બરાબર હોય છે. તે દર્દીને ICUમાં લઇ જવા પડે છે. સરકારી હોસ્પિટલોમાં પેશન્ટને ઇમરજન્સીના આધારે પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. જે પેશન્ટની સ્થિતિ ગંભીર કે અનિયંત્રિત ગઈ હોય અને તેને સ્થિર કરવાની તાતી જરૂર હોય, હાઇ ઓક્સિજનની જરૂર હોય તેમનો જીવ બચાવવા દેખીતી રીતે જ તેમને ઇલાજમાં પહેલી પ્રાથમિકતા મળતી હોય છે. કોરોનાની સારવારમાં ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ ત્યારપછી ICU અથવા હાઇ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની લાઇનમાં ગોઠવાતા હોય છે. એકવાર કોવિડ દર્દી ICUમાં જાય પછી તેને બીજા દિવસે તરત જ ડિસ્ચાર્જ કરી શકાતો નથી. ગંભીર સ્થિતિના આધારે ICUમાં જનારા દર્દીઓને ત્યાં ઓછામાં ઓછાં ૭ દિવસ રાખવા જ પડે છે. કોવિડ-૧૯નું આક્રમણ હોય કે પછી બીજી કોઇ પણ મહામારી કેમ ન હોય? એક ડોક્ટર પોતાની ફરજના ભાગરૂપે દર્દીનું આરોગ્ય જોખમમાં મૂકાય તેવું કોઇ કાર્ય કરી શકે નહીં. ICUમાં ડોક્ટર દરરોજ ૩-૪ વખત રાઉન્ડ લઇને દર્દીઓને ચકાસતા હોય છે, તેમની સ્થિતિનું આંકલન કરતા હોય છે.

આઇસીયુમાં દર્દીની હાલતમાં સુધાર જણાય પછી તેને વોર્ડમાં ઓક્સિજન પોર્ટ પર શિફ્ટ કરાય, ત્યાં તેની હાલતમાં સુધાર થયા બાદ કોન્સન્ટ્રેટર પર દર્દીને મુકવામાં આવે, અને ત્યાં સ્થિતિ સુધર્યા બાદ દર્દીને સાદા બેડ પર દર્દીને શિફ્ટ કરાતો હોય છે. આ એક સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રક્રિયા છે, અને મેડિકલ એથિક્સ પણ છે. દર્દીને સાજા થવામાં જેટલો સમય લાગે તેટલો સમય દર્દીને હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવા જ પડે છે. આ આખી પ્રક્રિયાનો ભંગ કરી શકાય નહીં. સારવાર બાદ ઘણીવાર કોરોનાના દર્દીનો RT-PCR રિપોર્ટ તો થોડા દિવસે નેગેટિવ આવી જતો હોય છે પણ ફેફસામાં કોવિડના લીધે થયેલી ક્ષતિ દૂર થવામાં ઘણા દર્દીઓને ૨૧ દિવસથી લઇને ૩ મહિના જેવો સમય પણ લાગતો હોય છે. આવા દર્દીઓની સારવાર પણ સરકારની ફરજમાં આવે છે, એવા દર્દીઓને ડિસ્ચાર્જ આપી શકાય નહીં

Most Popular

To Top