સુરત:(Surat) પાંડેસરા પોલીસની હદમાં કર્ફ્યુના (Curfew) સમયે જન્મદિવસની (Birthday) ઉજવણી (Celebration) કરતો વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ વીડિયો ભેસ્તાન સરસ્વતી મહોલ્લાનો હોવાનું ધ્યાને આવ્યું હતું. વીડિયોમાં બે વ્યક્તિઓ માસ્ક પહેર્યા વગર કરફ્યુના સમયે જન્મ દિવસની ઉજવણી કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પાર્થ પટેલ અને અરૂણ પોલાઈ (બંને રહે, ભેસ્તાન સરસ્વતી મહોલ્લા પાસે પાંડેસરા) ની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
પાંડેસરામાં યુવકના હાથની આંગળી કાપી નાખી અપહરણ કરનાર વધુ એક ઝડપાયો
સુરત: પાંડેસરા ખાતે વાલ્મિકી આવાસમાં રહેતા યુવકનું સૂરજ કાલિયો તેના ત્રણ મિત્રો સાથે અપહણ કર્યું હતું. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી વધુ એક આરોપીની ધરપકડ (Arrest) કરી હતી.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે સિદ્ધાર્થ નગર પાસે વાલ્મિકી આવાસમાં રહેતા 34 વર્ષીય ભદાંતીદેવી ચૌધરીએ તેના પુત્ર વિકાસના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિકાસ તેના મિત્ર લંબુ ઉર્ફે સુનિલ સાથે ફરતો હોય છે. સુનિલનો થોડા સમય પહેલા સૂરજ કાલિયા સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને વિકાસને શબક શિખવાડવા માટે બદમાશો વિકાસના ઘરમાં ઘૂસી આવ્યા હતાં. સૂરજે તેના ત્રણ મિત્રો સાથે મળીને વિકાસને માર માર્યો હતો. વિકાસના જમણા હાથની આંગળી કાપી નાખતા તેની માતા વચ્ચે બચાવવા પડતા માતાને પણ માર મારી માતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં બાઈક ઉપર વિકાસને બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. વિકાસની માતાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજે વધુ એક આરોપી અખિલેશ ઉદયભાન પાલ (ઉ.વ.20, રહે- પ્લોટ નં-૧૨, ગોકુલનગર સોસાયટી, વડોદ ગામ પાંડેસરા, સુરત) ની ધરપકડ કરી હતી.