આ એ જ દરિયો તો જે એક દિવસ પહેલા રશ્મિકાનાં ફોટોમાં દેખાઈ રહ્યો છે! (આવું રશ્મિકાનાં ફેન્સનું કહેવું છે!) હવે આ જોઈને વધુ એક કિસ્સો મળ્યો જે ઈશારો કરે છે કે વિજય અને રશ્મિકા ડેટ કરી રહ્યા છે! આ પહેલા 2023માં બંને માલદીવ્સનાં દરિયા કિનારે આ જ રીતે ફરવા ગયા
પ્રેમમાં પડવા વિશે જુના પ્રેમીઓ કહી ચુક્યા છે કે ‘તમે જ્યારે પ્રેમમાં હોવ ત્યારે તમને છોડીને આખી દુનિયાને ખબર હોય છે કે તમે કોઈનાં પ્રેમમાં છો’ આવું કદાચ એમણે ફિલ્મી કલાકરોના પ્રેમ પ્રસંગના કિસ્સાઓ પરથી લખ્યું હશે, કારણ કે પ્રેમમાં હોવા છતાં જાહેર નહી કરવા માટેની આ સેલેબ્રિટીનો ખૂબ જૂનો ઈતિહાસ છે, આવો જ એક પ્રેમનો કિસ્સો વિજય અને રશ્મિકાનો કેટલાયે સમયથી ચર્ચાઈ રહ્યો છે. બંને ‘મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બંને પ્રેમમાં છે તેવું અનેક વાર કહીં ચુક્યા છે, પણ કોના પ્રેમમાં? એવું પૂછો તો શરમાઈને એક્ટિંગ કરવાનું બખૂબી જાણે છે. વિજય અને રશ્મિકાની જોડી સ્ક્રીન પર ગીત ગોવિંદમ અને ડિયર કોમરેડ જેવી ફિલ્મમાં જોવા મળી હતી, બંનેની ‘‘કેમેસ્ટ્રી’’ જોતા 2019માં જ એવી વાત હવામાં ઉડવા લાગી હતી કે આ જોડી હવે ફિલ્મ પૂરતી લિમિટેડ નથી રહી. પરદા પાછળ પણ કંઈક છે! જોકે આ ‘પરદા પાછળની કહાની’માં એક ઘટના જે હમણાં ખૂબ વાયરલ થઈ. આ 5મી એપ્રિલે રશ્મિકા 29 વર્ષની થઇ. સળંગ હિટ પર હિટ આપી પુષ્પામાંથી સિકંદર બનેલી રશ્મિકા, બર્થે-ડે ઉજવવા ઓમાન પહોંચી હતી, ત્યાં દરિયા કિનારે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો, ફોટો પડાવ્યા (ફોટો કોણે પાડ્યા હશે?) તેની પોસ્ટ કરી, એના બીજા જ દિવસે વિજય એક દરિયા કિનારે ‘ઘોડા પર બેસી’ ફરી રહ્યો હોવાનો ફોટો પોસ્ટ કર્યો! આ એ જ દરિયો તો જે એક દિવસ પહેલા રશ્મિકાનાં ફોટોમાં દેખાઈ રહ્યો છે! (આવું રશ્મિકાનાં ફેન્સનું કહેવું છે!) હવે આ જોઈને વધુ એક કિસ્સો મળ્યો જે ઈશારો કરે છે કે વિજય અને રશ્મિકા ડેટ કરી રહ્યા છે! આ પહેલા 2023માં બંને માલદીવ્સનાં દરિયા કિનારે આ જ રીતે ફરવા ગયા અને અલગ અલગ પોસ્ટ અપલોડ કરી! રેસ્ટોરન્ટ, એરપોર્ટ, અને કેટલીકવાર તહેવાર ઉજવવા માટે વિજય અને રશ્મિકા એક સાથે જોવા મળ્યા જ છે. પાછલી દિવાળી રશ્મિકાએ વિજયના ઘરે ઉજવી હતી, એમ તો ચોરી છુપે જ પણ તે ફોટો વિજયના ભાઈ આનંદ દેવરકોડાએ શેર કર્યો! ત્યારે ફેન્સે સોશિયલ મીડિયા પર રીતસરના વારો પાડી દીધો – ‘શાદી કબ હૈ?’ પણ બંનેએ હંમેશા એમ જ કહ્યું છે કે તેઓ સારા મિત્ર છે. એક ઈન્ટરવ્યૂમાં રશ્મિકાએ કહ્યુ હતુ, ‘વિજય અને હું ઘણા વર્ષોથી સારા દોસ્ત છીએ, બંને આ ઇન્ડસ્ટ્રીમાં સાથે શરુઆત કરી હતી એટલે દોસ્તીથી વધારે કંઈ નથી.’ બીજી તરફ, વિજયે પણ પોતાની વાત મુકતા કહ્યું હતુ, ‘હું જ્યારે તૈયાર થઈશ અને લાગશે કે દુનિયાને જણાવવાનું છે, ત્યારે કહીશ. હાલ હું સમય અને કારણથી જોડાયેલો છું.’ એમ તો 35 વર્ષના વિજયે એક વાતચીતમાં ઈશારો આપ્યો હતો ‘હું હવે 35 વર્ષનો છું, તમે સાચુ કહો કે હું હજુ પણ સિંગલ હોઈ શકું છું?’ આજની તારીખે પણ બંને ખુલ્લેઆમ પ્રેમની કબૂલાત નથી કરતા, આ જોઈ ફેન્સ માટે તો મરીઝ સા’બનો શેર જ યાદ આવે કે – આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી/ એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી’ •

