ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત સમિટના (Vibrant Gujarat Summit) ઉદ્ધાટન સમારંભમાં હાજરી આપવા 9 જાન્યુઆરીએ બપોરે UAEના પ્રમુખ (UAE President) પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આવી પહોંચશે. પીએમ મોદી (PM Modi) અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચે ઘણા સારા સંબંધો છે. જેના પગલે પીએમ મોદી યુએઈના પ્રિન્સને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પર જાય તેવી સંભાવના છે.
- સલામતીના કારણોસર 7 કિ.મી.નો રોડ શો ટૂંકાવીને એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો કરાયો
- પીએમ મોદી અને UAEના પ્રમુખ પ્રિન્સ સમિટનું સાથે ઉદ્ઘાટન કરશે
UAEના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે પીએમ નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી સાત કિલોમીટર લાંબો રોડ શો યોજાનાર હતો. જો કે યુએઈના પ્રિન્સના સલામતી રક્ષકોએ આ રૂટ પર રોડ શો યોજવાની લીલી ઝંડી આપી નથી. જેના પગલે હવે એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધીનો રોડ શો યોજાનાર છે. યુએઈના રાષ્ટ્રપતિ પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
તા.10મી જાન્યુ.ના રોજ યુએઈના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરશે
પીએમ મોદી તા.10મીએ બપોરે હેલિપેડ ગ્રાઉન્ડ પર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. તેમજ પ્રધાનમંત્રી ગીફટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે. આ માટે 2 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગ્લોબલ ટ્રેડ શોનું તો 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટનું ઉદઘાટન કરશે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતમાં યુએઈના પ્રેસિડેન્ટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડશે. યુએઈના પ્રમુખ – રાષ્ટ્રપતિનું આવતીકાલે એરપોર્ટ પર આગમન થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રોટોકોલ તોડી પ્રધાનમંત્રી મોદી તેઓને આવકારવા એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી આ અગાઉ વિશ્વના ઘણા દેશના રાષ્ટ્રાધ્યક્ષો સાથે રોડ શો કરી ચુક્યા છે. જેમાં ડૉનાલ્ડ ટ્રમ્પ, જાપાનના તત્કાલિન પ્રધાનમંત્રી શિન્જો આબે, ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂનો સમાવેશ થાય છે.