Vadodara

કે.જી.નાં નાના ભૂલકાંને મસ્જિદ બતાવવા સામે વિહિપનો વિરોધ

વડોદરા : દિલ્હી પબ્લિક સ્કુલ અટલાદરા દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં જણાવ્યું હતું કે કેજી સેક્સ્નના વિદ્યાર્થીઓને મસ્જીદ બતાવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની જાણ વિહિપ બજરંગ દળના કાર્યકરને થતા દિલ્હી પ્બીલ્ક સ્કુલના સંચાલકો સામે આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે આટલી નાની કુમળી વયના બાળકોને મસ્જીદ બતાડવાનું કારણ શું હશે તે જાણવા માટે સ્કુલના પ્રિન્સીપાલને મળવા જતા પ્રિન્સીપાલે મળવાની ના પડતા કાર્યકરો દ્વારા સ્કુલની બહાર જ દેખાવો કર્યો હતો.

દિલ્હી પબ્લિક સ્કુલ અટલાદરા દ્વારા જે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં અમુક વિદ્યાર્થીના વાલીઓએ સહી કરી હતી અને અમુક વિદ્યાર્થીના વાલીઓએ સહી નહોતી કરી જેથી સ્કુલના સંચાલકો દ્વારા વાલીઓને જાણ કરાઈ હતી કે બાળકોને કેમ મોકલતા નથી જેથી બજરંગ દળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને જણાવ્યું હતું કે સ્કુલના વિદ્યાર્થી કે જે કેજી સેક્સનમાં અને તે નાની કુમળી વયના બાળકો છે. જેમને બોલતા પણ બરાબર આવડતું નથી તેમને શા માટે મસ્જીદ જોવા લઇ જાય છે.

તેઓનો પર્પઝ શું છે તે જાણવા માટે તેઓ દિલ્હી પબ્લિક સ્કુલ અટલાદરા ખાતે પહોચ્યા હતા ત્યારે તેમને સ્કુલના પ્રિન્સીપાલને મળવાનું જણાવતા તેમને પ્રિન્સીપાલને મળવા દેવામાં નહોતા આવ્યા જેથી તેમને સ્કુલની બહાર જ રામધુન બોલાવીને સ્કુલના સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે જ્યાર શુધી પ્રિન્સીપાલ અમને મળે નહી ત્યાં શુધી અમે અહિયાથી જશું નહી અમારે ફક્ત કારણ જાણવું છે કે ફક્ત મસ્જીદ જ કેમ મંદિર કેમ નહી બતાડવા લઇ જતા અને અમને મસ્જીદ બતાડે તેનો પણ વધો નથી પણ તેનું પર્પઝ શું છે તે જાણવા અમે પ્રિન્સીપાલને મળવા ગયા હતા પરંતુ પ્રિન્સીપાલે મળવાનો ઇનકાર કરતા તેમને સ્કુલના ગેટની બહાર જ રામધુન બોલવીને સ્કુલ સામે રોષ ઠાલવ્યો હતો.

પ્રિન્સિપાલે મળવાની ના પડતા વિહિપે રામધુન કરીને સ્કુલ સંચાલકો સામે રોષ ઠાલવ્યો
દિલ્હી પબ્લિક સ્કૂલ અટલાદરા દ્વારા 5 ઓગસ્ટ નાં રોજ KG નાં ભુલકાંઓને મસ્જિદ બતાવવાનું આયોજન કરેલ છે. જે બાબતે વાલી પાસે સંમતિ પત્ર માંગ્યું છે. તે બાબત વિહિપ બજરંગ દળનાં કાર્યકરને ધ્યાનમાં આવતા ત્યાં નાં પ્રિન્સિપાલને મળવા જતા પ્રિન્સિપાલ મળવાનીનાં પડતા સ્કુલના ગેટની બહાર જ રામધુન કરીને સ્કુલ સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો.
– ધર્મેશ શર્મા, વિહિપ બજરંગ દળ

Most Popular

To Top